Republic Day - 2019

06 March 2018

સમડી

Common Kite : સમડી 


શિકારી પંખીઓમાં સમડી આપણું સૌથી જાણીતું પંખી. માનવ વસ્તી પાસે રહે એટલે આપણાથી ખાસ ભડકે નહિ. સમડીની ઉડવાની છટા મુગ્ધ કરી દે તેવી છે. સ્થિર પાંખે ગીધની માફક તે હવામાં ચકરાવા મારી શકે. પવનનો લાભ લઇ તેની સાથે ઉડી શકે. તે ક્યારેક પાંખ થોડી ચલાવે. ઝડપભેર દિશા બદલે અને એમ ક્યાંય સુધી આસાનીથી ઉડ્યા કરે.
રંગે સમડી ઘેરા બદામી રંગની. ચાંચ પીળી. પગ પીળા. પૂંછડી ખાંચાવાળી.બીજાં પંખીઓથી તેને તેથી આસાનીથી જલદી જુદી ઓળખી શકાય. નર માંદા દેખાવે સરખાં.માળા નર કરતાં કદમાં સહેજ મોટી. અવાજ તીણો.