સૂર્ય પ્રકાશમાં ઝગારા મારતા સૂર્યપુત્રો, શક્કરખોરા
આપણે ત્યાં ઘણી
જાતનાં શક્કરખોરા જોવામાં આવે છે. આ નાનકડા વક્ર લાંબી, સાંકડી ચાંચવાળા, ઝગારા મારતાં રંગોવાળા
પક્ષીઓમાં જાંબલી શક્કરખોરો અથવા જાંબુડો
શક્કરખોરો (Purple sunbird) ઘણી વાર નજરે પડે છે. તે ફૂલચકલી તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં આ
જાત સર્વસામાન્ય છે. ભારતભરમાં ૨૪
પ્રજાતિઓ જોવા મળે છે. ફૂલના રસનું પાન કરનારો એટલે તેને શક્કરખોરો કહે છે. સ્વ. હરિનારાયણ આચાર્યે (વનેચર) આ સૂર્ય
પ્રકાશમાં ઝગારા મારતાં પક્ષીનું નામ ‘સૂર્યપુત્ર શક્કરખોરો’
પાડ્યું હતું.
પુષ્પના અમૃતરસ ચૂસનારા આ પક્ષીનું
શાસ્ત્રીય નામ (Cinnyris
asiaticus) છે.
નર પક્ષીનો ચળકતો કાળો રંગ સૂર્યનાં કિરણો પડતાં વાદળી, લીલા અને જાંબલી ઝગારા મારતા રંગોમાં શોભી ઊઠે છે. ચાંચ અને પગ કાળાં હોય છે. પાંખ નીચે નારંગી-પીળા રંગનું નાનકડું ચકતું હોય છે. માદા ઉપરના ભાગમાં આછો ઓલિવગ્રીન રંગ ધરાવે છે. નીચે છાતી અને પેટાળ મલાઈ જેવો રંગ (ક્રીમ કલર) અને પીળો રંગ ધરાવે છે. નર પણ પ્રજનનકાળ સિવાયના સમયમાં (શિયાળાના અંતથી વર્ષાઋતુના અંત સુધી) માદા જેવો વેશ પરિધાન કરે છે. બાગબગીચાઓથી માંડીને વેરાન વગડામાં એક ફૂલથી બીજા ફૂલ સુધી રસ ચૂસતાં ઊડતાં હોય છે. ડીસામાં બગીચામાં મધુમાલતીનાં ફૂલો નજીક હેલિકૉપ્ટરની જેમ હવામાં શરીર સ્થિર રાખીને મધુર રસ ચૂસતાં જોયાં છે. મધુમાલતી (રંગુનક્રીપર)નાં ગૂંચળામાં તેમનો માળો હતો. તેમની પાંખોની ખોલવા - બંધ કરવાની ઝડપ દર સેકંડના ૨૦૦ હોય છે તેથી હવામાં સ્થિર રહી શકે છે. (ધર્માકુમાર સિંહજી) ખોરાકમાં કરોળિયા, નાના કીટકો અને ફૂલનો રસ આરોગે છે. લાંબી પાંતળી ચાંચ પુષ્પની નળીઓમાંથી ઊંડેથી રસ ચૂસવામાં મદદ કરે છે. ઊડતાં ઊડતાં ઉલ્લાસમાં આવીને ચીવીટ-ચીવીટ અવાજ કરે છે. પ્રજનનકાળ માર્ચથી મે દરમિયાન હોય છે. ઘાસ-પત્તાંનો બનાવેલો લંબગોળ માળો ૧૦’-૧૫’ ઊંચે ડાળીમાંથી લોલકની જેમ લટકતો જોવામાં આવે છે. એક બાજુએ કાણા જેવું પ્રવેશદ્વાર હોય છે. માળામાં ૨-૩ આછાં રાખોડી કે લીલાશ પડતાં સફેદ ઈંડાં મૂકે છે. ઈંડા ઉપર કથ્થાઈ કે રાખોડી ડાઘા-ડૂઘી હોય છે.

માહિતી : ડૉ.
અશોક એસ. કોઠારી