Black Redstart (થરથર્રો) :
Black
Redstart male
|
Black Redstart female |
થરથર્રો એટલે કાળું લાગતું ચકલી જેવડું ચપળ પંખી. તડકા છાયાવાળા
વિસ્તારમાં ફરતો રહે. હવામાંથી અને મોટા ભાગે જમીન પરથી જીવાત પકડ્યા કરે. થોડી
થોડીવારે ઝાડની ડાળીએ પહોંચી જાય. ત્યાંથી ખોરાક માટે આસપાસનું નિરીક્ષણ કરતાં
અવારનવાર આગલું શરીર નમાવ્યા કરે કે થરથર પૂંછડી ફરકાવ્યા કરે. નરનું ઉપલું શરીર
તથા અડધી છાતી કાળાં. નીચલી છાતીથી આખું પેટાળ રતુંબડું. પૂંછડી વચ્ચેથી કાળી. કાળી
બાજુઓ રતુંબડું. નજીકથી જોતાં પાછલું માથું અને પીઠ ઘેરા રાખોડી લાગે. માદા ઉપરથી
આછી બદામી, પેટાળે આછી રતુંબડી. પૂંછડી નારના જેવી. પણ આંખ ફરતે મેલી ધોળી વીંટી.
ચોમાસા બાદ આવે.
વસંતમાં કાશ્મીર કે હિમાલય જાય. છૂટાછવાયા વૃક્ષોવાળા ખુલ્લા વિસ્તારો અને ખેતરાઉ
પ્રદેશમાં વિચરનાર જીવાતભક્ષી પંખી. શિયાળું મુલાકાતી. વ્યાપક.
સાભાર : લાલસિંહ રાઓલ