Republic Day - 2019

31 May 2018

સુગરી /Weaver bird

સુગરી (Weaver bird)

કુદરતી ઇજનેરની ઓળખ ધરાવતું સુગરી પક્ષી આ રીતે માળાનું સર્જન કરે છે

વૈશ્વિકસ્તરે પક્ષીઓની નાતમાં ‘આર્કિટેકટ એન્જિનિયર’ની આગવી ઓળખ ધરાવનારા આ નર સુગરી ખૂબ જ ચતુરાઇપૂર્વક માળાનું સર્જન કરે છે. આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે, સાપ જેવા કોઇ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ના શકે, સ્વાભાવિક છે કે, પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો બેશક નીચે જ ભફફ...થાય અને માળામાં ભીની માટી રાખી આ ભેજાબાજ પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે, જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય. આ પક્ષીનું નામ સુગ્રહી શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સારું ઘર બનાવનાર થાય છે.

પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી ‘રિજેક્ટ’ કરે એટલે નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષાઋતુની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યાર બાદ ઘાસની પત્તીઓ ભેગી કરીને આ ‘એન્જિનિયર’ પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ પ્રકારનો આકાર આપે છે.

સુગરી સમાજના પક્ષીઓ પરસ્પર લગ્નગ્રંથિથી બંધાઇ રહેવાની પરંપરાની ગુલામી પસંદ કરતાં નથી, જેથી માદા સુગરી ‘નરને નહીં પણ ઘરને પસંદ કરે છે’ અને જો ઘર પસંદ પડે તો એને બનાવનાર આર્કિટેકટ નર પસંદ પડે જ ને !!! નર સુગરીનો માળો એટલે કે ઘર પસંદ પડતા એ ઘરમાં જઇ માદા સુગરી વસવાટ કરે છે અને બીજા તબક્કે મનમેળ પડ્યાથી લગ્નગ્રંથિ બંધાયેલા નર-માદા સુગરી પોતાના ઘરને પૂણઁ કરવામાં વ્યસ્ત બની જાય છે. વર્ષાઋતુ બાદ હાલનો સમયગાળો સુગરી પક્ષીના પ્રજનનકાળ માટે ઉત્તમ ગણાય છે

જૂન-જુલાઇની ગરમીની સીઝનમાં તેમના બચ્ચાઓ ભીની માટીવાળા માળામાં એ.સી.ની ઠંડી પામી ઉછેર પામે છે. હાલમાં ભુજ તાલુકાના લાખોંદ સહિતના અમુક ગામોમાં વિશાળ પ્રમાણમાં આ પક્ષીઓના ‘પરપિૂર્ણ બનેલા માળા’ ર્દશ્યમાન થાય છે. કોઇ માનવી એન્જિનિયર પણ આ માળાને જોઇ બોલી ઉઠે ‘વાહ રે આર્કિટેકટ તારી રચના....’
(દિવ્ય ભાસ્કર)


27 May 2018

અંકોલ

વનસ્પતિ પરિચય : અંકોલ



એનાં મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં થાય છે. પાન કરેણનાં પાન જેવાં, લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા પ્રાંતોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ થાય છે. એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ નીકળે છે.

અંકોલ તુરું, કડવું, પારાની શુદ્ધી કરનાર, લઘુ, મળને સરકાવનાર, તીક્ષ્ણ અને ઉષ્ણ છે. તેનો રસ ઉલટી કરાવનાર, વાતશુળ, કટીશુળ, વીષ, કફ, કૃમી, આમપીત્ત, રક્તદોષ, વીસર્પ અને અતીસાર મટાડે છે. તેનાં બીજ ઠંડાં, બળકારક, સ્વાદીષ્ટ, કફકર, મળને સરકાવનાર, ચીકણાં અને મૈથુનશક્તી વધારનાર છે. તેનાં બીજનું તેલ વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે.
Credit : ganda bhai vallabh blog.

25 May 2018

Saras crane

Saras crane:

સારસ કુંજ (સારસ ક્રેન) એ વિશ્વનું સૌથી ઉંચું ઉડતું પંખી છે, તે ઉભું રહે ત્યારે તેનું પૂર્ણ કદ 5”2’ થાય છે અને ભારતમાં જોવા મળતું તે એકમાત્ર કુંજ પક્ષી પણ છે. મોટાભાગે તે ભુખરા-રાખોડી રંગનું હોય છે અને તેના પગ, માથું તેમજ ચાંચ લાલ રંગની હોય છે. ડોકનો ઉપરનો ભાગ પણ લાલ રંગનો હોય છે. સારસ માદા તેમજ નર એકદમ સરખાં લાગે છે તેમજ બંનેને ઓળખવા સરળ નથી. તે જળસ્ત્રોતો, ડાંગરના ખેતરોની આસપાસ જોવા મળતું પક્ષી છે અને ડાંગરના તાજા ધરૂઓ- અંકુરો તથા તીડ જેવી જીવાતો તેમજ અનાજ તેનો મુખ્ય આહાર છે.
સારસ કુંજ (સારસ ક્રેન)આજીવન એક જ સાથી સાથે જોડી બનાવે છે અને રહે છે, જોકે તે માત્ર એક દંતકથા છે. સંવનન-સંવર્ધન કાળ અગાઉ સારસ કુંજ નાના જૂથમાં અને સમુદાયમાં જોવા મળે છે, પરંતુ સંવનન કાળ કે સંવર્ધન કાળ દરમયાન તે જોડીમાં જ જોવા મળે છે. તે ડાંગરના કુમળા ધરુઓ-કુપળો તેમજ ઘાસમાંથી મોટાભાગે જળસ્ત્રોતોની આસપાસની જમીન ઉપર માળો બનાવે છે. ગુજરાતમાં ખેડા, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાનાં ડાંગરા ખેતરોમાં તેઓની વ્યાપક વસતી જોવા મળે છે.

દેશી ઠંડા પીણાં અપનાઓ

સાથી હાથ બઢાના.........

વિદેશી ઠંડા પીણાં... ઘૂંટડે ઘૂંટડે માંદગી
દેશી ઠંડા પીણાં... ઘૂંટડે ઘૂંટડે તાજગી
ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે અમીર હોય કે ગરીબ સૌ કોઈ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવાં ઠંડાં પીણાં પીતા હોય છે. આપણે ત્યાં આજે પણ એક વર્ગ ગરમીમાં રાહત મેળવવા લીંબુ શરબત, નાળિયેર પાણી, શેરડી રસ અને છાશ જેવાં પરંપરાગત પીણા પીવાનો આગ્રહ રાખે છે, જ્યારે કેટલાક લોકોને આસાનીથી પ્રાપ્ત એવા બોટલબદ્ધ વિદેશી ઠંડા પીણા પીવાનો શોખ છે, ત્યારે આવો વાંચીએ સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક સાબિત થઈ શકે છે તેમનો આ શોખ...
          સૂર્યદેવતા સર્વત્ર ગરમીનો પ્રકોપ બતાવી રહ્યાં છે, ત્યારે તમામ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં સહિતનાં નવા નવા નુસખા અપ્નાવતાં હોય છે. ભારતીય જીવન પદ્ધતિની જેમ તેની ખાણી - પીણી અને પોષાક કલા પણ અદ્ભૂત છે ત્યારે આ આહાર કળામાં કાળઝાળ ગરમીમાં રાહત અને ઠંડક આપતાં અનેક સ્વાસ્થ્યપ્રદ પીણાનો ઉલ્લેખ છે, જે આપણી તરસ છીપાવવાની સાથે સાથે શરીરને પોષક તત્ત્વો પણ પૂરા પાડે છે. વળી આ પીણાની સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ થતી નથી. આજે પણ આપણા દેશમાં આ પ્રકારના પરંપરાગત પીણાનો ક્રેઝ યથાવત્ છે. નાના ગામડાં, નગરોથી માંડી મહાનગરોમાં પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો આ પ્રકારના પરંપરાગત પીણાઓને પ્રાધાન્ય આપે છે. આ પ્રકારના ઠંડા પીણાઓની વાત કરીએ તો તેમાં લીંબુ શરબત, શેરડી રસ, આમળાં શરબત, નારંગી શરબત, આમલી અને કાચી કેરીનો રસ, અનાનસ શરબત, ગાજર રસ, નારીયેળ પાણી અને નીરો, દાડમ શરબત, મોસંબી શરબત, તરબૂચ શરબત, કેરીનો રસ, જલજીરા, બીટનો રસ, કાકડીનો જ્યુસ, છાશ, કોકમનો શરબત, ગાયનું દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પીણાઓ શરીરને અનેક પ્રકારના પોષક તત્ત્વોથી સ્વસ્થ રાખે છે. ત્યારે આવો સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન આ ભારતીય પરંપરાગત પીણાંઓને જાણીએ પણ અને માણીએ પણ.
લીંબુ શરબત : એ.બી.સી. તેમજ અલ્પ માત્રામાં જી. અને પી. વિટામિનથી સભર. વિટામિન સી વિપુલ માત્રામાં હોવાના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાંસી તેમજ શર્દી ઓછી કરવામાં બહુ જ ઉપયોગી છે. હૂંફાળા પાણી સાથે લેવાથી તે બહુ ઉપયોગી છે. વળી લોહી અને કેલ્શિયમના પણ અંશ હોવાના લીધે શક્તિ અને લોહી વધારે છે. હાડકાં મજબૂત બનાવવા સહાયક થાય છે. તરસ તથા પિત્તશામક, પાચક, માનસિક તાણ દૂર કરવામાં સહાયક, ઊંચું દબાણ રોકવામાં સહાય કરી દાંતનાં પેઢાંની તંદુરસ્તી સુધારે છે. આરોગ્યક્ષક તો છે જ, સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે.
બીટનો રસ : તાજા બીટનો રસ તરસ છીપાવવા અને ઠંડક માટે શ્રેષ્ઠ હોય છે. બીટ કુદરતી રીતે જ ગળ્યું હોવાથી તેમાં સાકર ઉમેરવાની જરૂર પડતી નથી અને તેમાં પુષ્કળ માત્રામાં પાણી હોવાથી તરસ પણ દૂર થઈ જાય છે, તેનો જ્યુસ પીવાથી વજન વધતું નથી. એટલું જ નહીં, તેનો રસ અસ્થમા ડાયાબિટિઝ અને મોટા આંતરડાનું કન્સર પેદા કરતાં દાહ સોજા માટેનો અક્સીર ઉપાય મનાય છે.
કાકડીનો જ્યુસ : પુષ્કળ માત્રામાં પાણી ધરાવતી કાકડીનો રસ ઉનાળામાં તનને અનેરી ટાઢક આપે છે, તેમાંના પોષક તત્ત્વો તેને ઉનાળા માટે શ્રેષ્ઠ પીણું બનાવે છે, તેમાં રહેલા ભરપૂર માત્રાના પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા રક્તચાપ્ને સંતુલિત રાખે છે, તેના રસથી છાતીમાં અને પેટમાં થતી બળતરા દૂર થાય છે, તેનાથી એસિડિટી પણ મટે છે. અલ્સરના દર્દીઓ માટે કાકડીનો જ્યુસ ઉત્તમ ગણાય છે.
છાશ : છાસથી મળતી ટાઢક ઉનાળામાં શરીરનાં ઉષ્ણતામાનને જાળવી રાખવામાં સહાય કરે છે. છાસથી પરસેવો, થાક, સ્નાયુઓનું ખેંચાણ, ચક્કર આવવા કે માથુ દુખવું જેવી ગરમીને લગતી સમસ્યાઓમાં ખાસ્સી રાહત મળે છે. તેમાં પ્રા બાયોટિક ઘટકો પણ હોય છે, જે આંતરડામાં રહેલા સારા બક્ટેરિયાને સક્રિય કરે છે. પરિણામે ખોરાકનું પાચન સરળ બને છે, એમાં પણ મીઠાવાળી છાશ શરીર માટે વધુ ફાયદાકારક પુરવાર થાય છે. ગરમીમાં પરસેવા વાટે વહી જતા ક્ષાર તત્ત્વોની આપૂર્તિ મીઠાવાળી છાશ કરે છે. માટે ઉનાળામાં મીઠાવાળી છાશ શ્રેષ્ઠ ગણાય છે.
કોકમનો શરબત : કોકમ શરીરની ગરમી શોષી લેવા માટે શ્રેષ્ઠ છે. સ્વાદમાં ખારું આ શરબત ત્વરિત તાજગી અને શક્તિ આપે છે, તેમાં ભરપુર માત્રામાં સાઈટ્રીક એસિડ, ફાલિક એસિડ, એસિટીક એસિડ, કાર્બોહાઈડ્રેટ અર-ફોબિક એસિડ અને ગાર્સિનોલ હોય છે. આ શરબતની અન્ય ખાસિયત એ છે કે, તે પાચનને એકદમ સરળ બનાવી દે છે. તીખા તમતમતા ભોજનની આડઅસરને કોકમનું શરબત ઓછી કરી નાખે છે. આપણે ત્યાં અનેક ઠેકાણે આ શરબતને વેલકમ ડ્રીંક તરીકે આપવાની પ્રથા છે. પશ્ર્ચિમ ભારતમાં તો બારેય માસ ભોજન સાથે કોકમ શરબત લેવાનો રિવાજ છે.
શેરડી રસ : કુદરતી સાકર તેમજ ક્ષાર હોવાના કારણે આનું પોષણમૂલ્ય વધુ રહે છે. આ પિત્ત તથા તરસનું શમન પણ કરે છે. કમળો અને કબજિયાત મટાડવામાં બહુ ઉપયોગી છે.
આમળાં શરબત : આમાં વિટામિન ‘સી’ વધુ પ્રમાણમાં હોય છે, તેમજ એમિનો એસિડથી આ સમૃદ્ધ છે. ઉત્સાહ વધારે છે. નિદ્રાનાશ તેમજ દ્ષ્ટિદોષ દૂર કરવામાં લક્ષણીયરૂપે ઉપયોગી છે. અપચો તથા પિત્ત પર ગુણકારી છે. હૃદય મજબૂત કરે છે. ઉધરસ ઓછી કરે છે. આની વિશેષતા એ છે કે આ તારુણ્ય જાળવી રાખે અને આરોગ્યની રક્ષા કરે છે.
નારંગી શરબત : ઉધરસ, શર્દી, ઝીણો તાવ, સંધિવા, શિરદર્દ જેવા વિકારોમાં ઉપયોગી, લોહીમાં વૃદ્ધિ કરે છે, સ્વાદ વધારે છે.
આમલી અને કાચી કેરીનો રસ : પાચક, ભૂખ વધારવા માટે ઉપયોગી કૃમિ તથા જ્વરનાશક, ઉનાળાની લૂથી રક્ષણ કરવામાં મદદ, નાના પ્રમાણમાં વિષહારક પણ છે. હૃદયને મજબૂત કરે છે.
અનાનસ શરબત : વિભિન્ન ઉપયોગી ક્ષાર, વિટામિન ‘સી’, કેટલીક માત્રામાં લોહ પણ હોવાથી આની ઉપયોગિતા વધે છે. પાચન સુધારવામાં સફળતા મળે છે. જ્વરનાશક તેમજ ક્ષુધા અને ઉત્સાહવર્ધક છે.
ગાજર રસ : ઉદાસીનતા મટાડે છે. અમુક ચોક્કસ પ્રકારના કેન્સરમાં પ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન ‘એ’ તથા ‘ઈ’ મળે છે. બહુ શક્તિવર્ધક રહે છે. તાવ ઓછો કરે છે. ગરમીના સમયમાં લેવો નહીં.
નારિયેળ પાણી અને નીરો : ઉષ્ણતા તથા પિત્તશામક, ઉત્સાહવર્ધક, પુરુષત્વમાં વૃદ્ધિ કરવાની ક્ષમતા અમુક પ્રમાણમાં હોય છે, તૃષાશામક.
દાડમ શરબત : ‘બી’ તથા ‘સી’ વિટામિનથી ભરપૂર, સ્મૃતિવર્ધક, જ્વર(તાવ)નાશક, અગ્નિમાંદ્યનું નિવારણ કરે છે, પિત્ત, કફ ને તૃષાશામક અતિસાર રોકે છે. કૃમિનાશક અને વહેતા લોહીને રોકે છે.
મોસંબી શરબત : એ, બી, સી, ડી, વિટામિનથી ભરપૂર, રક્તવૃદ્ધિકારક, ઉધરસ ઓછી કરવાવાળું, મૂત્રવિકારમાં ઉપયોગી, વિષમજ્વર નિવારવામાં મદદરૂપ, ઉનાળાની લૂ તથા કમળાના રોગમાં ગુણકારી.
તરબૂચ શરબત : ઉનાળાની લૂમાં ઉપયોગી, પિત્તનાશક, તૃષાનાશક, શક્તિવર્ધક, રુચિ વધારે છે.
કેરીનો રસ : એ, બી, સી, ડી, વિટામિનથી ભરપૂર, પૌરુષત્વવૃદ્ધિકારક, સૌમ્ય, રેચક, મજ્જા અને સ્નાયુઓનું બળ, તાકાત વધારે છે.
જલજીરા : અરુચિ ઓછી કરે છે, પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ, કૃમિનાશક છે. ઉત્સાહ વધારે છે.
ગાયનું દૂધ : સહુથી વધુ શક્તિદાયક, બુદ્ધિવર્ધક, સ્નાયુ તથા મજ્જા તંત્રની શક્તિ વધારે છે. કેસર અને બદામની સાથે લેવાથી વધુ શક્તિદાયી બને છે. અનિદ્રાની તકલીફમાં ઊંઘતી વખતે ગરમ દૂધ લેવાથી લાભ થાય છે. ગાયનું દૂધ, દહીં, મધ, માટલામાં બનાવેલી સાકર અને ગાયના ઘી સાથે યોગ્ય માત્રામાં લેવાથી દમના રોગમાં સુધારો થઈ શકે છે.
આ પીણાંઓમાં ફોસ્ફરિક એસિડ, કેફીન, કેરોમલ, ગ્લાયકોલ, એસ્પાર્ટમ્ જેવા કોઈપણ રાસાયણિક તેમજ નુકસાનકારક તત્ત્વો નથી, જે કાર્બોદિક પીણાંઓમાં અચૂકપણે જોવા મળે છે.
આ તો થઈ આપણા પરંપરાગત ઠંડા પીણા અને તેના ઔષધીય ગુણોની વાત. હવે વાત વિદેશી ઠંડાં પીણાં અને તેની સ્વાસ્થ્ય તેમજ દેશની આર્થિક સ્થિતિઓ પર થતી આડઅસરોની...
              વિશ્ર્વમાં પીણાંઓનું જે વેચાણ થાય છે તેમાં ઠંડાં પીણાંનું સ્થાન ત્રીજા નંબરે છે. હાલના અંદાજ મુજબ દર વર્ષે તેમાં 8 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2001માં વિશ્ર્વમાં દર વર્ષે લગભગ 41,200 લાખ લીટર કાર્બોદિતવાળાં ઠંડાં પીણાંનું વેચાણ થતું હતું જ્યારે હાલ આપણા દેશમાં જ 11,000 કરોડનાં ઠંડાં પીણાંનું વેચાણ થાય છે અને આ  વેચાણમાં 95% પેપ્સી અને કોકાનો (58% કોકાકોલા અને 37% પેપ્સી) સિંહફાળો છે.
આપણા દેશમાં કોકાકોલાનાં પર જેટલાં ઉત્પાદન કેન્દ્રો છે, જેમાંનાં 20 કેન્દ્રો પર કંપ્ની સીધેસીધું જ ઉત્પાદન કરે છે, જ્યારે બાકીનાં કેન્દ્રો પર અન્ય કંપ્નીઓ પાસે કોન્ટ્રાક્ટ દ્વારા પોતાની પ્રોડક્ટસનું ઉત્પાદન કરાવે છે. આ જ રીતે દેશમાં પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડરીંગ પ્રા. લિ.નાં 28 કેન્દ્રો છે, જેમાંથી 17 પર પેપ્સી દ્વારા સીધું જ ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે બાકીનાં કેન્દ્રો પર કંપ્ની કોન્ટ્રાક્ટ દ્વારા પોતાનું ઉત્પાદન કરાવે છે. આ થઈ કોકાકોલા અને પેપ્સી જેવાં ઠંડાં પીણાંના ઉત્પાદન અને ભારતમાં તેના બજારની વાત. હવે એક નજર આ ઠંડાં પીણાંની બનાવટની રીત પર.
અનેક ઝેરી તત્ત્વોની કોકટેલ હોય છે વિદેશી ઠંડાં પીણાં
      કોલામાં 90% સુધી પાણી હોય છે. જ્યારે બાકીના ઘટકોમાં, સુગંધ માટે કેફીન, સ્વાદ માટે ખાંડ, એસ્પોર્ટસેક્રીન જેવાં દ્રવ્યો ભેળવવામાં આવે છે. પીણાના ઘટ્ટ રંગ માટે કેરમેલ બીટા, કેરોટીન તો સ્વાદના સંતુલન માટે ફોસ્ફરિક એસિડ જેવા તીવ્ર પદાર્થો મિશ્રિત કરવામાં આવે છે. પીણાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં પોટેશિયમ સાર્બેટ, સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝોનેટ અને સ્વાદ જળવાઈ રહે તે તે માટે એસ્કોરોબીક એસિડ ભેળવવામાં આવે છે. પીણામાંનાં તમામ દ્રવ્યોનું પ્રમાણ યોગ્ય સ્તરે જળવાઈ રહે તે માટે પેક્ટીન નામનું દ્રવ્ય ઉમેરવામાં આવે છે અને છેલ્લે તેમાં બડબડિયા ફુવારા ઊડે એ માટે કાર્બન ડાયોક્સાઇડને ખાસ દબાણ આપીને ઉમેરવામાં આવે છે. આમ તૈયાર થાય છે આપણા શરીરમાં ઝણઝણિયા બોલાવી દેનાર ઠંડાં પીણાંની કોકટેલ.
વિદેશી ઠંડાં પીણાંનું સેવન કરતા પહેલાં આટલું જરૂર યાદ કરજો
            આગળ જણાવ્યું તે મુજબનાં વિદેશી ઠંડાં પીણાંમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામે તમામ આપણા શરીરને અને સ્વાસ્થ્યને ગંભીર અસરો પહોંચાડવા પૂરતાં છે. જાણવા જેવી વાત એ છે કે, આ પ્રકારનાં પીણાંઓમાં એક તરફ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તત્ત્વો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે, જ્યારે બીજી તરફ તેના કાચા માલ પાણીમાંથી જીવનના આધાર ઘટક એટલે કે પ્રાણવાયુનું પ્રમાણ લગભગ ન હોવા બરાબર કરી નાખવામાં આવે છે. એટલું જ નહીં, પાણીમાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન કાઢી નંખાયા બાદ એ જ પાણીમાં પીણામાં બડબડિયાં ઊડે એટલા માટે તેમાં ભારે દબાણપૂર્વક કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે, જેને આપણું શરીર સતત ઉચ્છ્વાસ મારફતે બહાર ફેંક્યા કરે છે, પરંતુ આપણે કોકાકોલા અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાં મારફતે સતત આપણા શરીરમાં ઠાલવે રાખીએ છીએ.
આ પ્રકારના વિદેશી કાર્બોદિત ઠંડાં પીણાંમાં જે ફોસ્ફરિક એસિડ મોટી માત્રામાં ભેળવવામાં આવે છે તેને આપણું વૈદિકશાસ્ત્ર હંમેશાં નકારવાની વાત કરે છે. વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપ્નારા જંતુઓને એસિડ વધુ માફક આવતા હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનાર લોકોએ એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત રાખવું અને કોક અને પેપ્સી જેવાં વિદેશી ઠંડાં પીણાંમાં આવાં એસિડિક તત્ત્વો એટલી બધી માત્રામાં હોય છે કે, આપણો એક દાંત જો અઠવાડિયા સુધી તેમાં નાખી રાખવામાં આવે તો અઠવાડિયા બાદ દાંત તેમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે. કોકાકોલાને પથ્થર પર નાખીએ તો પથ્થર પણ એકદમ સફાચટ થઈ જાય છે. યોગગુરુ બાબા રામદેવ એટલે જ કોકાકોલાને ટોઇલેટ ક્લિનર કહે છે. દેશના અનેક ખેડૂતો પાકમાંની જીવાતો મારવા માટે દવાઓમાં આ પ્રકારનાં કાર્બોદિત પીણાં ભેળવી છાંટે છે ત્યારે આ પ્રકારનાં વિદેશી ઠંડાં પીણાં પીવામાં પોતાનું સ્ટેટસ જોતા લોકોએ જ વિચારવું રહ્યું કે જે ઠંડા પીણાંમાં ભેળવાતાં એસિડિક તત્ત્વોને આપણાં વૈદિકશાસ્ત્રોએ બીમારીનું ઘર કહ્યાં છે, જેના સંપર્કમાં આવવા માત્રથી પથ્થર પણ સફાચટ થઈ જાય છે તે પીણાં આપણા શરીરમાં ઠલવાતાં શરીર અને પેટની તો શી હાલત કરશે ?
રીસર્ચ કહે છે...
       કોકાકોલા જેવાં ઠંડાં પીણાંઓમાં બડબડિયાના ફુવારા બનાવવા માટે જે એસિડ ઉમેરવામાં આવે છે તે પેટની અંદરના નાજુક અવયવોને બાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ પીણાંઓમાં સ્વાદ વધારવા માટે જે કેફીન ઉમેરવામાં આવે છે તે ખૂબ જ ઉત્તેજક તત્ત્વ છે, જેની જરાક અમથી આડઅસર પેટનું કેન્સર, હૃદયરોગ, લોહીના દબાણમાં વૃદ્ધિ, ડાયાબિટીસની પીડામાં વધારો, નવજાત બાળકોમાં વિકલાંગતા સહિત છ પ્રકારના કેન્સરને આમંત્રી શકે છે. અમેરિકાના ભૂતપૂર્વ એફ.ડી.એ. કમિશનર ડા. જેરેઈ ગોયન કહે છે કે, જે પીણાંની 12 ઔંસ બોટલમાં 50 મિલિગ્રામથી વધુ કેફીન હોય છે તેનું સેવન ગર્ભવતી મહિલાઓ કરે તો જન્મ લેનાર શિશુ માટે કાયમી અપંગ બનવાનો ખતરો વધી જાય છે.
આ પ્રકારનાં ઠંડાં પીણાંમાં જે રંગો વાપરવામાં આવે છે તે બધાં પણ આપણા આરોગ્ય માટે ગંભીર ખતરા સમાન છે. અમેરિકન ડા. એન. ડબલ્યુ. વોકરના મતે, આ રંગોથી માનસિક વિકારો વધવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ‘મેરીરૂથ’ નામના અન્ય એક અમેરિકી ડાક્ટર કહે છે કે, કાર્બોદિતવાળાં ઠંડાં પીણાંમાં જે સોડિયમ હોય છે તે લોહીના દબાણનો વિકાર, મૂત્રવિકાર, એડ્રેનીલ, થાઇરોઇડ, પિચ્યુટરી ગ્રંથિ, રક્તવાહિનીઓની સખતાઈવાળા દર્દીઓ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. 2004માં લંડનના વૈજ્ઞાનિકોએ પણ પોતાના સંશોધનના આધારે ચેતવણી આપી હતી કે, નાની અને કુમળી વયનાં બાળકોને કાર્બોદિતવાળાં ઠંડાં પીણાંથી તો દૂર જ રાખજો, નહિ તો તેમના દાંત અને આરોગ્યને લગતી ગંભીર બીમારીઓનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ પ્રકારનાં ઠંડાં પીણાંઓના સેવનથી બાળકોને દાંતનો ક્ષય (ટી.બી.) અને પેઢાંનો સડો જેવી ગંભીર બીમારીઓ પેદા થાય છે.
દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય - અમેરિકા અને આપણે
અમેરિકામાં આ પ્રકારનાં પીણાંની બોટલ પર કેફીનયુક્ત પીણાં કે બિનકેફીનયુક્ત પીણાં એવી સ્પષ્ટ સૂચનાઓ લખવી પડે છે અને કેફીનયુક્ત પીણા પર પીનારને સાવધાન કરતી સ્પષ્ટ ચેતવણી લખવી ફરજિયાત છે, પરંતુ દુર્ભાગ્યવશ આપણી સરકારને જાણે કે દેશના નાગરિકોના સ્વાસ્થ્યની કોઈ ફીકર જ નથી. જુલાઈ-આગસ્ટ 2003માં દિલ્હીની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નામની સંસ્થાએ પેપ્સી અને કોલાના ઉત્પાદનમાં મોટી માત્રામાં જંતુનાશક રસાયણ મેળવવામાં આવતાં હોવાનો ધડાકો કર્યો હતો, જેને પરિણામે સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. સંસદમાં તમામ સાંસદોએ એક મતથી આ કંપ્નીઓનાં ઉત્પાદન બંધ કરાવવાની માંગણી કરી હતી. સરકારે પણ એ માંગણી સ્વીકારી, દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવેની તાલ ઠોકી હતી. પ્રતિબંધ તો લાગ્યો, પરંતુ માત્ર સંસદમાં. જોકે સંસદમાં પણ આ પ્રતિબંધ કેટલા દિવસ રહ્યો ? દેશના નાગરિકોને ઠંડાં પીણાંના નામે ધીમું ઝેર પીવડાવતા દોષિતોમાંથી કેટલાને સજા થઈ ? સંસદ બહાર દેશમાં પણ આવું જ થયું. કેટલાંક સામાજિક સંગઠનોના જોરદાર જાગૃતિ અભિયાનને કારણે કેટલોક સમય આપણા દેશના સામાન્ય નાગરિકોએ પણ આ પ્રકારનાં ઠંડાં પીણાંથી સ્વેચ્છાએ તૌબા કરી લીધી હતી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાના અહેવાલ અને અનેક સંગઠનોના જાગૃતિ અભિયાન બાદ એ વખતે તત્કાલિક આ પ્રકારનાં ઠંડાં પીણાંના વેચાણમાં 40 ટકા જેટલો ઘટાડો થઈ ગયો હતો, પરંતુ સમય જતાં જનતા એ અહેવાલને વીસરી ગઈ. વિદેશી કંપ્નીઓએ સંગઠનોના જાગૃતિ અભિયાન સામે પોતાનું જોરદાર જાહેરાત અભિયાન ચલાવ્યું. જનતાના માનીતા અભિનેતા-અભિનેત્રીઓના મોઢે પોતાની પ્રોડક્ટનાં વખાણ કરાવડાવ્યાં જેના પરિણામે હાલ આ વ્યવસાય 11,000 કરોડ સુધી પહોંચી ગયો છે.
કંપ્નીઓને પ્રમાણપત્રની જરૂર નથી!
અહીં એક પ્રશ્ર્ન જરૂર થાય છે કે, હજારો કરોડો રૂપિયાનો આટલો મોટો વ્યવસાય હોય ત્યારે તેના માટે કંપ્નીઓને ઘણીબધી મંજૂરીઓ અને લાઇસન્સની જરૂર પડતી હશે, પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, આ કંપ્નીઓને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951 હેઠળ કોઈપણ પ્રકારના પ્રમાણપત્રની જરૂર પડતી નથી. ઊલટાનું આ કંપ્નીઓનો કાચો માલ એટલે કે પાણી તદ્દન મફતમાં મળે છે. આના માટે તેઓને એક નવો પૈસો પણ ખર્ચવો પડતો નથી. સોસિયેશન ઓફ ઇન્ડિયન બોટલ્સ, વાટર મેન્યુફેક્ચર્સ ખુદ સ્વીકારી ચૂકી છે કે આ કંપ્નીઓ પાસેથી પાણીનો કોઈ જ ચાર્જ વસૂલવામાં આવતો નથી. ઉપરથી કંપ્નીઓની મનમાની આપણે ત્યાં જ્યાં જ્યાં પેપ્સી અને કોકાકોલા કંપ્નીનાં ઉત્પાદન કેન્દ્રો છે તે દરેક જગ્યાના સ્થાનિકો આ કંપ્નીઓની દાદાગીરીથી ત્રાહિ... ત્રાહિ થઈ ગઈ છે. અહીં સતત નીચાં જતાં જળસ્તરોને કારણે લોકોના ભવિષ્ય પર ગંભીર સંકટ ઊભુ થયું છે. ઉપરથી કંપ્ની ઉત્પાદન દરમિયાન જે રાસાયણિક કચરો બહાર ફેંકે છે તેનાથી આજુબાજુના વિસ્તારમાં ખેતીના ઉત્પાદનમાં પણ ગંભીર ફટકો પડ્યો છે. અહીંનું ભૂગર્ભજળ પણ કંપ્નીઓના કચરાને કારણે પ્રદૂષિત થતાં લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
પેરુમપટ્ટી ગામના લોકોએ લડાઈ લડી...
કેરળના પેરુમપટ્ટી ગામના લોકો તો છેલ્લા એક દાયકાથી અહીંની કોકાકોલા ફેક્ટરી વિરુદ્ધ લડી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, કંપ્ની દ્વારા અહીં દૈનિક 15 લાખ લીટર પાણી કાઢી લેવામાં આવે છે. પરિણામે અહીંના ભૂગર્ભજળમાં ગંભીર ઘટાડો નોંધાયો છે. કંપ્ની દ્વારા ઠલવાતા કચરાને કારણે ખેતીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અહીંની સ્થાનિક પંચાયતે પણ કંપ્નીને આપેલું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. લોકોના ગુસ્સાને ધ્યાનમાં લઈ જિલ્લા અધિકારીએ પણ કંપ્નીને અમુક નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું કહી ચેતવણી આપી હતી, પરંતુ કંપ્ની પંચાયત અને જિલ્લા અધિકારીની એ ચેતવણીને ઘોળીને પી ગઈ છે.
અઢી રૂપિયાની બોટલ 10 રૂપિયાની!
એક અહેવાલ મુજબ આપણા દેશનાં મોટાં શહેરોમાં જ દર વર્ષે આ પ્રકારનાં ઠંડાં પીણાંઓની 50થી 60 લાખ બોટલ્સ વેચાય છે અને કંપ્નીઓ વાર્ષિક વકરો 11,000 કરોડ રૂપિયાનો રળી લે છે. આ પીણાંઓની પડતર કિંમતની વાત કરીએ તો માત્ર 80 પૈસાની આસપાસ છે. ત્યાર બાદ તેમાં વિતરણ કમિશન અને ઉદ્યોગ અંગેના અન્ય ખર્ચાઓ ઉમેરીએ તો પણ એક બોટલની કિંમત માત્ર 2.50 રૂ. જેટલી જ થાય છે. જ્યારે કંપ્ની આ બોટલ બજારમાં 10 રૂ.માં વેચે છે. આનો અર્થ એ થયો કે એક તરફ આ કંપ્નીઓ આપણા પીણાને મફતમાં કે સાવ મફતના ભાવમાં મેળવે છે, ઉપરથી દરવર્ષે આપણા ગજવામાંથી 11,000 કરોડ રૂપિયા ખેરવી લે છે. ઉપરથી વિપુલ માત્રામાં પાણી ખેંચી લેવાને કારણે આપણા દેશના સામાન્ય માનવી અને ખેડૂતો પાણી માટે વલખાં મારે છે એ ખોટમાં.
બધી ખાંડ આ કંપ્નીઓ ખરીદી લે છે
વાત હજુ આટલેથી જ અટકતી નથી. આપણા દેશમાં કોકાકોલા અને પેપ્સી ખાંડની સૌથી મોટી ખરીદદાર કંપ્નીઓ છે. કોકાકોલા વર્ષે 2.5 લાખ ટન ખાંડ ખરીદી લે છે, જ્યારે પેપ્સી વાર્ષિક 1.5 લાખ ટન ખાંડ ખરીદે છે. આમ બંને થઈ વાર્ષિક 4 લાખ ટન જેટલી ખાંડ ખરીદી લે છે. જો આ ખાંડ દેશના ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને આપવામાં આવે તો દેશના 28 કરોડ પરિવારોને મળી શકે છે.
ઠંડા પીણાનો બહિષ્કાર કેમ નહિ?
જોકે આગળ જણાવ્યું તેમ કેટલાંક સામાજિક સંગઠનોના સતત જાગૃતિ અભિયાનને કારણે શહેરોમાં ફરી એક વખત વિદેશી ઠંડાં પીણાંના વેચાણમાં 20%નો ઘટાડો જરૂરથી નોંધાયો છે, પરંતુ ચાલાક કંપ્નીઓએ પોતાની આ ખોટને સરભર કરવા માટે ગામડાંઓને નિશાન બનાવી ઠેર-ઠેર ફ્રીજ મુકાવી આ 20 ટકાની ખોટ સરભર કરી લીધી છે. આટઆટલાં અભિયાનો છતાં પણ આપણે આપણા સ્વાસ્થ્ય માટે જાગ્રત બની આ પ્રકારની હાનિકારક વસ્તુઓ ત્યજવાનું નામ જ નથી લેતા. ક્યારેક તેનાં ગંભીર પરિણામોની અસર વર્તાતાં સરકાર અને આપણે થોડા સમય માટે આ મુદ્દે સંવેદનશીલ જરૂર બની જઈએ છીએ, પરંતુ બધું જ થોડા સમય માટે જ, બાદમાં જિંદગી એની એ બેફિકર લયમાં ચાલતી રહે છે અને આપણી સરકાર પણ અર્થવ્યવસ્થાની મજબૂરી આગળ ધરી આ મુદ્દે કોઈ સંવેદનશીલતા ન દાખવે ત્યારે આ પ્રકારનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવાં ઠંડાં પીણાંનો બહિષ્કાર આપણે આપણા ઘરમાંથી જ કરવો પડશે. અમેરિકા સહિતની પશ્ર્ચિમ જગતની જનતા હવે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બની કાર્બોદિકીય ઠંડાં પીણાંનો અઘોષિત બહિષ્કાર કરી રહી છે ત્યારે આશા રાખીએ કે આપણા દેશની જનતા પણ આ મુદ્દે પશ્ર્ચિમનું અનુકરણ કરે.
*   *   *
(સંદર્ભ : અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ‘ઠંડી બોટલમાં બંધ ઝેરીલી આગ’ પુસ્તિકા, અમેરિકન હાર્ટ અસોસિયેશન, ડબલ્યુએચઓ અહેવાલ, હેલ્થ ઇન્ડિયા ડોટકોમ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ)
ટ્વીટ...
જો આપણે વિદેશી કંપ્નીઓનાં ઠંડાં પીણાંનો ત્યાગ કરી દઈએ તો ખેડૂતોને આત્મહત્યા નહીં કરવી પડે અને ફળ ફળાદીના પાકથી દેશના એક કરોડ લોકોને રોજગારી મળશે... - સુરેશ રોકા
રીસર્ચ કહે છે... ઠંડા મતલબ ઝેરી પીણાં
અમેરિકન હાર્ટ અસોસિયેશનના સંશોધન મુજબ વિશ્ર્વમાં દર વર્ષે 1 લાખ 80 હજાર મૃત્યુ કાર્બોદકીય ઠંડાં પીણાં પીવાને કારણે થાય છે.
ફોર્ટિસ હાસ્પિટલના ડા. નીતુ તલવાર મુજબ સોફ્ટ ડ્રિંકમાં હયાત કેરેમલ શરીરને ઇન્સ્યિુલિન અવરોધક બનાવે છે, તેનાથી ઠંડાં પીણાંની ખાંડ પચતી નથી.
અમેરિકાના ભૂતપૂર્વ એફડીએ કમિશનર ડા. જેરેઈન ગોયન
કહે છે કે, જે પીણાંની 12 ઔંસની બોટલમાં 50 મિલિગ્રામથી વધારે કેફીન હોય તેનું સેવન ગર્ભવતી મહિલા કરે તો જન્મ લેનાર બાળક માટે કાયમી અપંગ બનવાનો ખતરો વધી જાય છે.
મેરીરૂથ નામના અમેરિકી ડાક્ટર કહે છે કે, કાબોદકીય ઠંડાં પીણાંમાં જે સોડિયમ હોય છે એ લોહીના દબાણનો વિકાર, મૂત્રવિકાર, એડ્રેનીલ, થાઇરોઈડ, પિચ્યુટરી ગ્રંથિ, રક્તવાહિનીઓની સખતાઈવાળા દર્દીઓ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
2004માં લંડનના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનને ટાંકી ચેતવણી આપી હતી કે, કુમળી વયનાં બાળકોને કાર્બોદકીય ઠંડાં પીણાંથી દૂર જ રાખજો, નહિ તો તેમના દાંત અને પેઢાંને લગતી ગંભીર બીમારીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
વૈદિકશાસ્ત્ર કહે છે કે, બીમારીને આમંત્રણ આપ્નાર જંતુઓને એસિડ વધુ માફક આવતું હોવાથી સ્વાસ્થ્ય ઇચ્છનારા લોકોએ આ પ્રકારનાં એસિડિક તત્ત્વોથી પોતાના શરીરને મુક્ત જ રાખવું. વિદેશી ઠંડાં પીણાંમાં આ પ્રકારનાં એસિડિક તત્ત્વો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે.

ધીમું ઝેર...
વિદેશી ઠંડાં પીણાંં ગળામાં ઊતરતાંની સાથે જ જે અસર કરે છે એ કોઈ ધીમા ઝેરથી કમ નથી ત્યારે એક નજર એ વિશેની અસર પર
ઠંડાં પીણાંંની એક બોટલ પીધા બાદ 10 મિનિટમાં 10 ચમચી જેટલી ખાંડ આપણા શરીરની અંદર જતી હોય છે, પરંતુ આ પીણાંઓમાં રહેલું ફોસ્ફરિક એસિડ આપણને આ વધારાની મીઠાશનો અનુભવ થવા દેતું નથી. જો આ એસિડ તેમાં ન હોય તો આપણું શરીર ઊલટી દ્વારા એ મીઠાશને બહાર ફેંકી દે છે.
20 મિનિટ બાદ બ્લડસુગર ઝડપથી વધવા માંડે છે જે શરીરને આટલી ખાંડ પંચાવવા માટે ઇન્સ્યુલિન વિસ્ફોટ માટે મજબૂર કરે છે. લિવર તેની પ્રતિક્રિયાના ભાગરૂપે શર્કરાને ફેટમાં પરિવર્તિત કરે છે એટલે સફળતા વધે છે.
40 મિનિટ બાદ સોફ્ટ ડ્રિંકનું કેફીન શરીરમાં સમાઈ જાય છે. આંખોની કીકીઓ વધુ ખુલ્લી થાય છે. બ્લડપ્રેશર વધી જાય છે. હૃદયને વધુ ઊર્જાની જરૂર પડે છે, પરિણામે લિવર શર્કરાને લોહીમાં પંપ કરે છે.
45 મિનિટ બાદ શરીરમાં ડોયામાઇન નામનું કેમિકલ બને છે. હેરોઈનનો નશો કર્યા બાદ પણ આ જ રીતે ડોયામાઇન પેદા થાય છે. તેનાથી મગજને નશાની અનુભૂતિ થાય છે અને મગજને ધીમે-ધીમે આ પીણાંઓની લત લાગી જાય છે.
60 મિનિટ બાદ ફોસ્ફરિક એસિડ શરીર માટે મહત્ત્વપૂર્ણ એવા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંકને આંતરડામાં બાંધી દે છે. તેના પર કેફીન અસર કરે છે અને પેશાબ દ્વારા તેને શરીરની બહાર ફેંકી દે છે, એટલે થાક અને ડિહાઇડ્રેશન થાય છે.
અને ઉંદરના દાંત ઓગળી ગયા
અમેરિકાની નેવલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડા. ક્લાઇવએ કોલામાં વપરાતાં એસિડિક તત્ત્વો દાંત માટે કેટલાં નુકસાનકારક સાબિત થઈ શકે છે તે જાણવા કોલાથી ભરેલા એક ગ્લાસમાં દાંતનો એક ટુકડો નાખ્યો, બે દિવસ બાદ એ ટુકડો નરમ થવા લાગ્યો હતો. તેઓએ આગળ વધી કેટલાક ઉંદરોને પીવાના પાણીને બદલે છ માસ સુધી કોલા આપી, છ મહિના બાદ એ તમામ ઉંદરોના દાંત ઓગળી ગયા હતા.
અને અમિતાભે પેપ્સી સાથેનો કરાર તોડી નાખ્યો.
     થોડા સમય પહેલાં બોલિવુડના મેગાસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, તેણે પેપ્સી સાથે 24 કરોડનો કરાર એટલા માટે તોડી નાખ્યો હતો, કારણ કે એક બાળકીએ તેઓને કાલીઘેલી ભાષામાં પૂછ્યું હતું કે અમારા ટીચર ઠંડાં પીણાંંઓ ઝેરી હોવાનું કહે છે, તો પછી તમે પેપ્સીની જાહેરાત કેમ કરો છો ? નિર્દોષ બાળકીના આ સવાલ બાદ બચ્ચને પેપ્સી સાથેનો કરાર રદ કર્યો હતો, પરંતુ બોલિવુડના બધા જ અભિનેતાઓ અમિતાભ બચ્ચન જેવા નથી. હાલ આપણાં અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં માટે પેપ્સી અને કોકાકોલા જેવી ઠંડાં પીણાંંની જાહેરાત કરવા પડાપડી કરે છે. દીપિકા પદુકોણ જે 2009 સુધી પેપ્સીની બ્રાન્ડ એમ્બેસેડર હતી, તે હવે કોકાકોલાનાં ગુણગાન ગાઈ રહી છે. આમીરખાન, સચિન તેન્ડુલકર, શાહરૂખખાન, અક્ષયકુમાર, ઋતિક રોશન, ઐશ્ર્વર્યા રાય, કરીના કપૂર, કાજોલથી માંડી લગભગ તમામ અભિનેતા-અભિનેત્રીઓ, પૈસા લઈ જનતાને જે તે કંપ્નીનાં ઠંડાં પીણાંં પીવાની અપીલ કરતાં હોય છે. આ માટે તેમને કરોડો રૂપિયા મળે છે, પરંતુ જનતાને શું મળે છે ? અનેક ગંભીર બીમારીઓ અને આ પ્રકારનાં ઠંડાં પીણાંં પીવાની કાયમની લત ?
સાભાર :
http://www.sadhanaweekly.com/Encyc/2018/5/4/Say-no-to-Soft-cold-Drink.html

08 May 2018

ગિરનારી કાગડો / JUNGLE CROW

ગિરનારી કાગડો (JUNGLE CROW)


સાચો કાળો કાગડો તે આ ગિરનારી કાગડો. એની લંબાઈ 17 ઇંચ એટલે 42 સે.મી. છે. તે ઘર કાગડા કરતા મોટો છે. અલબત્ત, ભારતની કેટલીક જાતમાં મોટી જાત થાય છે, પણ ગુજરાતમાં તો ઘર કાગડા જેવડો જ લાગે છે. પણ શરીરે ભરાવદાર લાગે ખરો. એ વન કાગડો કહેવાય છે. પણ ગામમાં બીજા કાગડાઓ સાથે જોવા મળે છે. તે ભાવનગરમાં જોવા મળે છે. ગોહિલવાડ ને સોરઠ, પોરબંદર ને ગીરમાં હોય એને ગીરનો કાગડો પણ કહે છે.

ગુજરાતની ઝાડીવાળા પ્રદેશમાં તો છે જ. એ ઘર કાગડાં જેવો ચોર નથી. તે ઘરમાં કે ઓશરીમાં આવતો નથી. ખોરાકમાં બધું જ ખાય છે. પણ માણસના ખોરાક માટે ઝપટ કરતો નથી. ફેંકી દીધેલું ખાય પણ ખરો. એનો અવાજ કર્કશ આવે છે. જો કે કર્કશ અવાજ કાઢી શકે છે ખરો, પણ કોમળ અવાજ અને જાતજાતની બોલ ઝાડની છાયામાં ડાળીએ બેઠો બેઠો કાઢ્યા કરે છે.

માળા મોટા, પ્યાલા ઘાટના, સાંઠી, ડાળીઓ, વાળના, નાળિયેરના રેસા વગેરેનો કરે છે. ને ઈંડાના રંગ ગમે તેવા હોય વાદળી, લીલા, પથરાળ રંગના. એમાં જાતજાતના છાંટણા, રેખા અને ધાબાં રતુંમડા કે બીજાં હોય. ચાંચથી પૂંછડી ને પગ સુધી આખોયે કાળો જ. રાખોડી કે બીજો કોઈ રંગ બીલકુલ નહીં પણ કાળા રંગમાં જાંબલી, વાદળી ને લીલી ઝાંઈ તરવરે ખરી.

ખોરાકમાં વડ - પીંપળના ટેટા - પેપા વગેરે ફળો ખાય છે.
Credit : Mukesh Bicycle

06 May 2018

Shikra / શકરો

Shikra: શકરો 


શિકારી કુળનું આ પક્ષી કદમાં કબુતર જેવડું છે. તેની પાંખો પીળાશ પડતી હોય છે. અને પાંખોમાં કાળા ટપકા જોવા માળે છે. તે ભૂખરો રંગ ધરાવે છે. શિકારને પકડવામાં અંત્યંત ચપળ હોય છે. તેના પાર વીજળીવેગે તરાપ મારીને પોતાના પંજામાં શિકારને પકડી લે છે. તેનો મુખ્ય ખોરાક ગરોળી, કાચીંડા, દેડકા, ઉંદર અને અન્ય નાના પ્રાણીઓ. તે કાંચિડા, નાનાં પક્ષી -અશક્ત બચ્ચાઓ, ઉંદર વગેરેને સિફતથી મારી શકે છે. અને પછી ઊંચા વૃક્ષનાં ડાળમાં બેસી પંજામાં શિકારને રાખીને તેને આરોગે છે.
તે ગામ,જંગલો અને ખેતરવાળા પ્રદેશોમાં જોવા મળે છે.તેનો પ્રજનન સમય માર્ચથીજૂન સુધીનો હોય છે.  ઊંચા વૃક્ષોની ઘટામાં, પાતળા ડાળાઓ પર  ડાળખીઓ, સાંઠીકળાઓવગેરેનો માંળો બનાવે છે. નર-માદા બંને માળો બનાવે અને બચ્ચા નું પોષણ કરે પણ ઈંડા સેવવાનું કાર્ય માદા જ કરે. એક વારમાં ૩-૪ ઈંડા મુકે. તે સફેદ રંગનાં બે નાનાં ઈંડા મુકે છે. તેનાં બચ્ચાઓ સફેદ સુંદર રૂંવાટીવાળા હોય છે. પછી જેમ જેમ મોટાં થતાં જાય તેમ તેનાં શરીરનો રંગ બદલાઈને સફેદ તથા કથ્થાઈ થાય છે. તે મિશ્ર રંગવાળા બની જાય છે. તેની ચાંચ અને નાખ (પંજા) તીક્ષણ અને મજબૂત હોય છે. પુખ્ત થતાં થોડો સફેદ - પીળાશપડતો રંગ ધારણ કરે છે. તેની ઉડવાની ઝડપ અને હવામાં ઊંચે-નોચે તથા ડાળીઓમાંથી પસાર થઇ જવાની ક્ષમતા વિચારમગ્ન બનાવી દે તેવી હોય છે.

પરિપક્વ થયા પછી પણ નર-માદા દેખાવે સરખા લાગે પણ તેમની ઓળખ તેમની આંખોના રંગ થી થાય. માદા ની આંખો પીળાશ પડતી હોય અને નર ની આંખો લાલાશ પડતી હોય. ચી..ચીવ...ચી... ચીવ એવો અવાજ કરે. (સૃષ્ટિમાંથી)


Grey francolin / તેતર

Grey francolin (Francolinus pondicerianus) - તેતર 

તેતર મોટે ભાગે કાંટો ઝાડી, સૂકા પ્રકાશ જંગલ અને ખુલ્લા ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે ગામોની બહારના ભાગમાં જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે નાના જૂથોમાં જોવામાં આવે છે. નરને ગળામાં એન્કર આકારનીકાળી નિશાની જોવા માળે છે, માદામાં હોતી નથી. તેનો અવાજ સાંભળવો ગમે તેવો મીઠો હોય છે.
કદ  કબૂતર જેવડું પણ ટૂંકી પૂંછડીને લીધે તેતર કદમાં નાનું લાગે. તેનું ઉપરનું શરીર રતુંબડુ બદામી.તેમાં દુલીયા રંગની આડી-ઉભી પુષ્કળ રેખાઓ.માથું રાખોડી બદામી. કપાળ રતુંબડુ.ગળું સાવ આછું બદામી. પેટાળ ઝાંખું રાખોડી.પેડું મેલું પીળું.પગ ઝાંખા ગુલાબી.
તેઓ ઉડવામાં નબળા છે. ઉડવા કરતાં દોડવાનું કે ઝડપથી ચાલવાનું વધારે પસંદ કરે. રાતવાસો વૃક્ષોમાં કે ઉંચી વાળમાં કરે.
તેઓ બીજ, અનાજ, તેમજ જંતુઓ તેનો ખોરાક છે. તેઓ સંવર્ધનની મોસમ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે હોય છે અને માળા ખેડાયેલ ખેતરો, ઊભા પાક અથવા જંગલ ઝાડીમાં બનાવે છે.

05 May 2018

Great thick knee / મોટો ચકવો


Great thick knee - મોટો ચકવો :


કદ મરઘી જેવડું.
નાના ચકવાને ઓળખતા હો તો મોટા ચકવાને પણ તરત ઓળખી શકાય. ચાંચની જેમ બીજી તરત ધ્યાન ખેંચતી તેની વિશેષતા છે તેની લીલાશપડતી પીળી મોટી આંખો અને તેની આજુબાજુના બે સફેદ અને ત્રણ કાળા પટા. કપાળ ધોળું. શરીરના ઉપલા ભાગનો રંગ રાખોડી બદામી જેવો. તેમાં કોઈ ભાત નથી. પાંખમાંનો રાખોડી રંગ દેખાઈ આવે તેવો ઘેરો.પેટાળ ધોળું. પગ પીળાશ પડતા. ઉડે ત્યારે પાંખમાંના કાળા અને ધોળા ધાબા નજરે ચડે. નારા માંદા દેખાવે સરખા. સ્થાનિક પંખી.
બંને ચકવાનો પ્રવૃત્તિકાળ સમાન. સવારે અને સાંજે કે રાતના ચારો કરવા નીકળે. જલાશયોથી તે દૂર જતો નથી. દિવસે આસપાસની ખુલ્લી જગ્યામાં આરામ કરે.સંધ્યાટાણું થતાં ખોરાક શોધવાની પ્રવૃત્તિ શરૂ કરે.
[“પાણીના સંગાથી” માંથી ]     

Eurasian Thick-knee / નાનો ચકવો

Eurasian Thick-knee - નાનો ચકવો : 

કદ તેતરથી મોટું.
પોતાની આસપાસના વાતાવરણમાં ભળી જાય તેવા પક્ષીઓ – ચંડુલ, લાવરી, દશરથીયા જેવા પક્શીઓમાંનું એક પક્ષી છે – નાનો ચકવો. ઝાંખરાવાળી પડતર જમીન,સૂકાં નદીનાળા, પથરાળ જમીન અને ઝાડનાં નાનાં નાનાં ઝૂંડવાળા વિસ્તાર એ બધાં તેની રહેણાંક ભૂમિ. દિવસ આખો કોઈ એકાંત જગ્યાએ ઝાંખરાની આડશે કે ઝાડના છાંયે આરામ કરે. એ વખતે આસપાસની જમીન સાથે એવો ભળી જાય કે તેની હાજરી વરતાય નહિ. સાંજ ઢળે, ધરતી ઉપર અંધારું ઊતરવા માંડે એટલે નાનો ચકવો આળસ ખંખેરે. સાંજથી પરોઢ સુધીનો સમય એ તેનો પ્રવૃત્તિકાળ.
આખો દિવસ તે લગભગ મૂંગો રહે. અંધારું થયે બોલવાનું શરૂ કરે છે.
અવાજ બુલંદ. રાતના શાંત વાતાવરણમાં દૂર સુધી સંભળાય.
નાના ચકાવાનું શરીર ઉપરના ભાગે બદામી રંગનું. પણ તેમાં ઘેરા રંગની પુષ્કળ રેખાઓ.પેટાળ મેલું ધોળું. માથું મોટું. આંખો પણ મોટી અને સોનેરી પીળી. આંખ પાસે ઘેરી બદામી અને મેલી ધોળી જાડી રેખા. પાંખમાં દુલીયા અને ઘેરા બદામી પટ્ટા.ધીચન જાડા. નર માંદા સરખા.
ખોરાકે જીવાતભક્ષી. દાણા પણ ખાય.જમીન ઉપરથી ખોરાક મેળવે. મોટા ભાગે જોડીમાં ફરે.
[“આસપાસના પંખી” માંથી ]


03 May 2018

સિંહ


એશિયાઇ સિંહ: 

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.