Wood Sandpiper : ટપકીલી તુતવારી
ઉપરનું શરીર
રાખોડી બદામી. તેમાં પુષ્કળ ઝાંખાં સફેદ ટપકાં. નેણ સફેદ. કેદ, ઢીંઢું અને પૂંછડી
સફેદ. પૂંછડીમાં પાતળા કાળા પટ્ટાઓ.છાતી આછા ધુમાડિયા રંગની. બાકીનો નીચેનો ભાગ
સફેદ. એકંદરે લીલી તુતવારી કરતાં સહેજ પાતળિયું પંખી. વળી, ઉપરના ભાગનો રંગ ઝાંખો
અને તેમનાં ટપકાં વધારે ચોખ્ખાં. ઢીંઢાનો સફેદ વિસ્તાર લીલી તુતવારી કરતાં ઓછો.
પાંખ નીચેથી સફેદ. લીલી તુતવારી કરતાં તેને જુદી ઓળખવાની આ નિશાનીઓ. ચાંચ કાળાશ
પડતી. પગ પીળાશ પડતા લીલા. નર-માદા સરખાં. પાંચ-પંદર નજીક નજીક ફરતાં રહે.
માહિતી : પાણીનાં સંગાથી