Common Teal : નાની મુરઘાબી
આપણે ત્યાં
સામાન્ય રીતે જોવા મળતી પરદેશી બતકોમાં નાની મુરઘાબી તથા ચેતવા સૌથી નાની. તે બંને
સારી સંખ્યામાં અહીં આવે છે. નાની મુરઘાબીના નરનું માથું, ડોક અને ગળું તપખીરિયા
રંગનાં. આંખ પાસેથી પહોળો ઘેરો લીલો પાટો પાછળ ઓડ તરફ જાય છે. તે પટ્ટા ફરતી આછી
સફેદ, પાતળી રેખા. પાંખમાં સફેદ લાંબો પટ્ટો. ઉપરનું શરીર રાખોડી. છાતી મેલી ધોળી
અને તેમાં કાળા ટપકાં. નીચેનું શરીર સફેદ. માદા બદામી રંગની અને તેમાં ઘેરા રંગની
ભાત.
શિયાળું પ્રવાસી.
વ્યાપક બતક.
માદા રંગે આકર્ષક
નથી. પણ ક્યારેક નજીક હોય ત્યારે તેની છાતી પરની નજાકતભરી ભાત જોઈને મન મુગ્ધ થઇ
જાય.
માહિતી : પાણીનાં સંગાથી