Asian Brown Flycatcher : બદામી માખીમાર
આ માખીમાર દેખાવે સાવ સાદો. સહેજ રાખોડી ઝલકવાળો બદામી રંગ
તેનાં ઉપરના શરીરનો છે. આંખ ફરતું ધોળું વલય. ગળું ધોળું. બાકીનું પેટાળ મેલું
ધોળું કે આછું બદામી. નર-માદા સરખાં. ઝાડની નીચલી ડાળીઓમાં બેઠો હોય ત્યારે સફેદ
ગળાથી નજરે ચડે. બાકી તેની હાજરીનો ખ્યાલ એકદમ ન આવે.
આપણા બધા માંખીમારોમાં તે બહુ ઓછો આવે છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં કવચિત દેખાય. તેનું મુખ્ય વતન પૂર્વ સાઈબીરીયા. ભારતમાં પશ્ચિમ
હિમાલય, મધ્ય પ્રદેશમાં વિંધ્યાચલનો થોડો વિસ્તાર તથા પશ્ચિમ ઘાટનો થોડોક ભાગ એ
તેનાં વતન ગણાય.
સ્થાયી નીવાસીનો સંદર્ભ નથી. અવ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ