Plain prinia/Plain wren-warbler (પાન ફડકફૂત્કી):
ઉપરના ભાગે રેતીયો બદામી રંગ. આંખ અને ચાંચ વચ્ચેનો ભાગ,
નેણ અને કર્ણ પ્રદેશ આછાં પીળચટા. પેટાળ પીળચટુ. પૂંછડી લાંબી અને ચડઉતર
પીંછાંવાળી. પાતળિયા શરીરવાળું નાજુક પંખી. નર-માદા સરખાં.
કાંટાળા છોડઝાંખરાં, ઘાસ, ખેતરોમાં ઊગેલો મોલ અને અન્ય નાની
વનસ્પતિવાળા સ્થળોએ બે-પાંચની સંખ્યામાં ફરતી હોય.
ચોમાસામાં જુનથી ઓક્ટોબર દરમ્યાન પ્રજનન કરે. છોડ ઝાંખરાં
કે જુવાર, બાજરીના ખેતરોમાં ઘાસથી અંડાકાર માળા બનાવે.
સ્થાયી નિવાસી. વ્યાપક.
માહિતી સાભાર :
લાલસિંહ રાઓલ