Republic Day - 2019

21 June 2018

Great Crested Grebe / મોટી ચોટલી ડૂબકી



આંખ પરથી નીકળતા, કાળાશ પડતા પીંછાની તેને કલગી છે. ચોમાસું ઉતરતાં આપણે ત્યાં આવે ત્યારે સારૂ શરૂમાં ડોક ઉપર મફલર જેવા કથ્થાઈ તથા કાળાં પીંછાં અને નાજુક લાંબી ડોકને લીધે સહેલાઈથી તેને ઓળખી શકાય. ઉપરનું શરીર રાખોડી. પેટાળ ધોળું. ચાંચ અણીદાર. ચારેય ડૂબકીઓમાં આ વધારે દેખાવડી અને કદમાં મોટી. નર-માંદા સરખા.
બધી ડૂબકીઓને અણીદાર ચાંચ અને બાંડા જેવા દેખાવને લીધે બતકો કરતાં સહેલાઈથી જુદી ઓળખી શકાય.
શિયાળું નાની ડૂબકી, શિયાળું મોટી ડૂબકી અને મોટી ચોટલી ડૂબકી ચોમાસા બાદ યુરોપ અને સાઈબીરીયાથી અહીં આવે. શિયાળો ઉતરતાં પાછી જતી રહે. કેટલાક વર્ષોથી જામનગર પાસે ખીજડીયા અભયારણ્યમાં મોટી ચોટલી ડૂબકી પ્રજનન કરતી જોવા મળે છે.    
પાણીમાં તરનારા ઘણા પંખીઓની માફક ડૂબકીઓના શરીરમાં તેલગ્રંથી છે. તે પોતાની ચાંચ તેલગ્રંથી સાથે ઘસીને પોતાના પીંછામાં ફેરવે એટલે તેલવાળા થવાથી તે પાણીમાં ભીંજાતા નથી.    
 (પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨માંથી સાભાર)      



વિશ્વ યોગ દિવસ- 2018
























શ્રી કે. જે. શાહ હાઈસ્કૂલમાં 21 જૂન વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ સહ ગાયત્રી શક્તિપીઠ - જામનગર તરફથી આવેલ શ્રી રાજુભાઇ મિસ્ત્રી, શ્રી હિરેનભાઈ સાણથરા, શિલાબેન રાબડીયા તથા નિધિબેન તિવારીના માર્ગદર્શન અને નિદર્શન થકી કરવામાં આવી.

20 June 2018

સફેદ છાતી સંતાકુકડી / WHITE BREASTED WATERHEN

સફેદ છાતી સંતાકુકડી (WHITE BREASTED WATERHEN):

    એક બીજી જળમૂરઘી પણ છે એને શ્વેત છાતી સંતાકુકડી કહે છે. કારણ કે ભડકે ત્યારે વાડ, છોડ કે ઘાસ રાડામાં સંતાઈ જવાની ટેવ છે. પણ અંગ્રેજી નામ પ્રમાણે એ જળમૂરઘી જ છે _’WHITE BREASTED WATER HEN.’ ‘વોટરહેન’ એટલે જળમુરઘી. કદ ૧૨ ઇંચ (૩૦ સે.મી.).
પાણીકિનારા પર ઉગતી વિવિધ વનસ્પતિ ઘાસમાં રહીને પોતાના બચ્ચાનો ઉછેર કરે છે. તે જૂનથી ઓકટોમ્બર માસમા પોતાના માળા બનાવી છ સાત ઈડાં મુકે જેમાથી લગભગ 20 દિવસ પછી મુરઘીના બચ્ચા જેવડા પણ એકદમ કાળા રંગ ના બચ્ચા નો જન્મ થાય. તે તેની માતા સાથે બહાર તળાવ કાઠે ફરતા તો પાણીમા તરતા નજરે પડે. આપણે ઘણી વખત જળ મુરઘી ને આપણા ઘર ના ઉકરડા સુધી પણ આવતા જોઇએ છીએ. તે ઉકરડા મા પડેલ વાસી ખોરાક અને જીવાત વીણી ખાય છે.  તે ઘણી વખત આપણે ત્યાં ચોખા ના ખેતર ખુંદતા પણ જોવા મળતા હોય છે   
ચહેરાનો આગલો ભાગ, કપાળ, દાઢી, ગાલ, ગળું ને છાતી સાવ સફેદ હોય છે અને પેટ રાખોડી દેખાય છે. સફેદ પૂંછડીની નીચે ઘેરો બજરિયો લાલ કાળાશ પડતો દાઝેલા જેવો રંગ આ એની ઓળખાણ. ઉપરના ભાગે માથાની પાછળથી પીઠ, પાંખો ને પૂંછડી લીલાશ પડતાં ઘેરાં રાખોડી. ચાંચ લીલી, મૂળમાં લાલ, આંખ લાલ, પગ પીળા લાંબા, આંગળા લાંબા હોય છે. પાણી કાંઠે કે પાણીમાં ઉગેલા ઘાસ વગેરે વનસ્પતિમાં ફર્યા કરે. તેનો ખોરાક, માળો વગેરે બીજી જળમુરઘીની જેમ જ. એને દવક કે દરક પણ કહે છે.
બોલતી વખતે તેની ટુંકી પૂંછ ઉપરતરફ રાખી પુવા-પુવા-પુવા ના અવાજ કાઢે ને ઘણી વખત કસમંયે પણ બોલતુ જોવા માળે છે. તે ભારત ભરમા વસવાટ કરી રહે છે.

15 June 2018

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૮

સ્કૂલ ચલે હમ .....

શ્રી કે.જે. શાહ હાઇસ્કૂલ - ઠેબામાં વર્ષ.૨૦૧૮નો શાળા પ્રવેશોત્સવ ....
શ્રી કેનેડી સાહેબ (DRDA મિશન મંગલમ સોસિયલ મોબિલીટી, જામનગર), આદર્શ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાથાભાઈ સંઘાણી, મંત્રી શ્રી હરિભાઈ કારસરીયા, મંડળના અન્ય સદસ્યો, આચાર્ય શ્રી આર.ટી. કાછડિયા,તાલુકા શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ, CRC કો.ઓર્ડીનેટર ઇસરાની શૈલેશભાઈ, તલાટી મંત્રી શ્રી પિયુષભાઈ, ઠેબા ગામના સરપંચ શ્રી કૈલાસભાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓના સાનિધ્યમાં ......
આંગણવાડીના ભૂલકાઓ, ધોરણ.૧ ના વિદ્યાર્થીઓ અને ધોરણ.૯ ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ આજ રોજ સંપન્ન થયો.























13 June 2018

કેરડાં



કેરડાં : 

કેરડાંનાં નાનાં ઝાડવાં થાય છે. એ મરુભુમીનું વૃક્ષ ગણાય છે. એ કાંટાવાળું ઝાડ છે. એને પાંદડાં હોતાં નથી. એનાં ફુલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે, તેને કેરડાં કહે છે. ફળ પાકે ત્યારે લાલ થાય છે. લીલા રંગનાં કાચાં ફળોનું અથાણું અને શાક થાય છે.

કેરડાં કડવાં, તીખાં, તુરાં, ગરમ, રુક્ષ, મળ રોકનારાં, રુચીકારક, આફરો કરનાર, સ્વાદીષ્ટ પણ કડુચાં, કફ, વાયુ, આમ-ચીકાશ, સોજો, મળ-વાછુટની દુર્ગંધ મટાડનાર છે. હૃદય માટે સારાં, પ્રમેહ, હરસ-મસામાં ખુબ જ ઉપયોગી છે.

અથાણાંમાં કેરડાંનું વિશેષ મહત્ત્વ છે. કેરડાં આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે. ગુજરાત કરતાં કચ્છ કાઠીયાવાડમાં તેનો વધુ ઉપયોગ થાય છે. વૈશાખ-જેઠમાં કેરડાં આવવા લાગે છે. કેરડાંનું અથાણું અને તેનું ચુર્ણ ડાયાબીટીસવાળાએ નીયમીત ખાવું જોઈએ. તે કફજ્વર, ઉધરસ, શરદી, દમ-શ્વાસ જેવા કફના રોગોમાં ખુબ હીતાવહ છે. પ્રમેહ અને મુત્રમાર્ગના રોગોમાં તથા અર્શ-મસામાં ખુબ જ હીતાવહ છે. સોજો અને કૃમીનો નાશ કરનાર છે. કેરડાંનો નીયમીત ઉપયોગ કરવાથી ઘણા વખતની જુની કબજીયાત દુર થાય છે. મળમુત્ર સાફ ઉતરે છે. પથરી, પ્રોસ્ટેટ જેવા મુત્રમાર્ગના રોગોમાં થતો મુત્રનો અવરોધ દુર થાય છે.

કાણી બગલી / Pond Heron

કાણી બગલી – Pond Heron (Ardeola)

કાણી બગલી તમને તળાવ ની આસપાસ મળી જ જાય. આખા વર્ષ દરમ્યાન રંગ રૂપ બદલતા પક્ષીઓ માનું એક છે આપણી કાણી બગલી. સાઈઝ તેની ઢોર બગલા થી સહેજ નાની. સામાન્ય દિવસો માં કાણી બગલી માં ઉપર નો ભાગ સહેજ કથ્થાઈ રંગ નો અને માથા તેમજ ગળા થી લઈને પેટ સુધી નો ભાગ કથ્થાઈ અને બ્રાઉન રંગની પટ્ટીઓ વાળો. લાંબી ચાંચ. પણ જયારે તેમની બ્રીડીંગ સીઝન હોય ત્યારે રૂપરંગ આખા બદલાઈ જાય. ઉપર નો ભાગ ઘાટો કથ્થાઈ બને જયારે બાકી નો ભાગ સહેજ બ્રાઉન પડતો સફેદ થઇ જાય. માથા પર લાંબી સફેદ ચોટલી પણ જોવા મળે. નર-માદા બંને દેખાવે સરખા લાગે બંને વખતે.
બધેજ જ્યાં પાણી હોય ત્યાં તેની હાજરી વર્તાય. પાણીની ઉપર ડાળખી ઉપર કે કોઈ પથ્થર ઉપર શૂન્ય મનસ્ક થઈને સહેજ પણ હલ્યા વગર બેસી રહે, લાગે કે જાણે કોઈ મૂર્તિ છે. અને જેવી કોઈ માછલી કે અન્ય જીવ પાણી માંથી સહેજ ઉપર આવે કે તરત જ ચાંચ પાણી માં ડૂબાડી શિકાર પકડે. તેને આ રીતે શિકાર કરતા જોવી એ લ્હાવો છે. ખોરાક માં માછલી, દેડકા, કરચલા અને પાણી નાં અન્ય જીવ-જંતુ ઓ ખાય. ઘણું મળતાવડુ પક્ષી છે, જો હેરાન કરવા માં નાં આવે તો એકદમ નજીક થી તેને નિહાળી શકો. ગામડા માં તળાવ કે કુવાના નાં કાંઠે કપડા ધોતી સ્ત્રીઓ નું દ્રશ્ય તમે જુઓ તો તેમની ઘણી નજીક કાણી બગલી જોવા મળી જાય. જયારે ખતરો લાગે ત્યારે કાણી બગલી ડોક ઉંચી કરી પાંખો ફેલાવી સામનો કરે. સાંજે કોઈ વૃક્ષ પર મોટી સંખ્યા માં ભેગા થાય.
કાણી બગલી ની બ્રીડીંગ સીઝન મે થી સપ્ટેમ્બર સુધી ની ગણાય, પરંતુ દક્ષિણ ભારત માં તેમની બ્રીડીંગ સીઝન નવેમ્બર થી જાન્યુઆરી ની નોંધાઈ છે. વૃક્ષો પર કોલોની માં – સમૂહ માં માળા બનાવે, મોટે ભાગે નાના બગલા કે અન્ય બગલા ઓ ની સાથે માળા જોવા મળે. મોટેભાગે એક જ વૃક્ષ પર વરસો સુધી માળા બનાવે. એક વખત માં ૩-૫ ઈંડા મુકે.
(માહિતી : જગદીશ પંડ્યા )