Republic Day - 2019

01 March 2018

કાંચનાર



કાંચનાર : ગાંઠોને વિખેરનાર


લાલ, સફેદ અને પીળો એમ કાંચનારની ત્રણ જાતો છે.  બાગ-બગીચાઓમાં કાંચનારનાં વૃક્ષ થાય છે. આબુ ઉપર તેનાં ઘણાં વૃક્ષો છે. એને જાત જાતનાં રંગીન ફુલો આવે છે. તેની શીંગ એકાદ ફુટ લાંબી અને ચપટી હોય છે. તેના ફુલની કળીઓનું શાક ખુબ સ્વાદીષ્ટ થાય છે. હરદ્વાર તરફ તે ખુબ ખવાય છે.
કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે.

આમલી



આમલી:  ખાદ્ય વાનગીની માનીતી, ગ્રીસમ ઋતુનું ઉત્તમ ઔષધ  
આમલી અમેરીકા, આફ્રીકા અને એશીયા ખંડના ઘણા દેશોમાં થાય છે. ભારતના ઘણા રાજ્યોમાં તે થાય છે. એના વૃક્ષો ઘણા વીશાળ અને મોટા થાય છે. તેને વાવ્યા પછી સાત-આઠ વર્ષ પછી ફળ આવે છે. એ મહા-ફાગણમાં પાકીને તૈયાર થાય છે. તેના ઠળીયાને કચુકા કહે છે. નવી આમલી કરતા જુની વધારે પથ્યકારક અને હીતાવહ છે. તેના પાલાનું ખટમધરું શાક અને તેના ફુલોની ચટણી કરવામાં આવે છે. આમલીનાં ફુલ ખાટાં, સહેજ તુરા, મોઢામાં પાણી લાવનાર, સ્વાદીષ્ટ, રુચીકર, ભુખ લગાડનાર તથા વાયુ અને પ્રમેહનો નાશ કરનાર છે. તેનાં પાન સોજા અને રક્તદોષ અથવા લોહી બગાડનો નાશ કરનાર છે. પાકી આમલી સ્વાદીષ્ટ, સારક, હૃદય માટે સારી, મળ રોકનાર, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, કફ, વ્રણ, કબજીયાત માટે હીતાવહ છે.

આમળાં



આમળાં : આયુષ્ય વધારનાર



આમળાં મુત્રલ, ઠંડાં અને રસાયન છે. આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. ‘नित्यं आमलके लक्ष्मी’ આમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,
आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |
नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||
ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે.
આમળાના ખાટા રસથી વાયુ, મધુર રસ અને ઠંડા ગુણથી પીત્ત અને તુરા રસ અને લુખાપણાથી કફ મટે છે. એ ચામડી અને આંખ માટે સારાં છે. ઉપરાંત એ પચવામાં હલકાં, ભુખ લગાડનાર આહાર પચાવનાર, આયુષ્ય વધારનાર અને પૌષ્ટીક છે.
ત્વચારોગ, ગોળો, શોષ, અરુચી, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, તાવ, હૃદયરોગ, ઉધરસ, શરદી, પ્રમેહ, સ્વરભંગ, કમળો, કૃમી, સોજા, સ્મૃતી અને બુદ્ધીનો પ્રમેહ આ બધામાં આમળાં હીતાવહ છે.


આમળાં રસાયન છે, અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે. નવા રોગોમાં તાજાં આમળાં અને જુના રોગોમાં સુકાં આમળાં અસરકારક હોય છે. બાળકોએ એક અને વયસ્કોએ રોજ બે આમળાં ખાવાં જોઈએ. લીલાં આમળાં ન મળે ત્યારે આમળાનું એક ચમચી બારીક ચુર્ણ સવાર-સાંજ લેવું જોઈએ.
 

આવળ

આવળ : દંત રોગનું ઔષધ
(અંગ્રેજી :Avaram Senna, જૈવિક નામ:Senna auriculata) ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.