Republic Day - 2019

25 October 2019

કાઠિયાવાડી લટોરો (મટિયો લટોરો)


કાઠિયાવાડી લટોરો (મટિયો લટોરો)

આ પક્ષીનું સામાન્ય નામ  (long-tailed shrike or rufous-backed shrike ) છે. શાસ્ત્રીય નામ(Laniidae) છે. કદ દૂધિયા લટોરાથી થોડુંક નાનું છે. માથું અને પીઠ રાખોડી રંગનાં છે. ઉપરનાં ભાગમાં વચ્ચેથી કેડ સુધી મુલ્તાની માટી જેવો રંગ છે, તેથી મટિયો લટોરો નામ પડ્યું છે. નીચેનો ભાગ સફેદ અને પડખાં લાલાશ પડતાં પીળાં હોય છે. મજબૂત ચાંચને છેડે આંકડો હોય છે. 10,000’ની ઊંચાઈએ હિમાલયથી માંડીને ભારતભરમાં પશ્ર્ચિમ ભારત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય પક્ષી છે. શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમારમાં વસે છે. તીણો પડઘા પાડતો અવાજ ‘ક્વી રીક કે ચ્યુસ’ હોય છે. નર માદા દેખાવે સરખાં હોય છે. પક્ષીઓ સિવાય ગલુડિયાનાં અવાજ દેડકાંનાં અવાજ વગેરેની આબાદ નકલ કરી જાણે છે. પ્રજનનકાળ માર્ચથી ઑક્ટોબર હોય છે. ડાંખળાઓનાં પ્યાલા જેવાં માળામાં દૂધિયા લટોરા જેવા પણ નાનાં 3 થી 6 ઇંડાં મૂકે છે.
માહિતી સાભાર : અશોક એસ. કોઠારી