Republic Day - 2019

29 October 2019

કાશ્મીરી નીલકંઠ

કાશ્મીરી નીલકંઠ / કાશ્મીરી ચાષ :

છાતી પેટાળ, માથું અને ઓડ આછા વાદળી રંગનાં હોય છે. તેમાં આછા લીલા રંગની ઝાંય હોય છે. પેડુ જાંબલી રંગનું હોય છે. કપાળ અને દાઢી સફેદ હોય છે. પીઠ ઉપર આછો છીકણી રંગ હોય છે. કબૂતર જેટલા કદનું આ યાયાવર પક્ષી તુર્કસ્તાન, ઇરાન, પેશાવરની આજુબાજુ અને કાશ્મીરમાં પ્રજનન કરે છે. શિયાળામાં આફ્રિકા તરફ પ્રયાણ કરતું સિંધ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર ગુજરાત ઉપરથી ઊડીને જાય છે.