આજરોજ શ્રી કે.જે. શાહ હાઈસ્કૂલ - ઠેબા, શાળા સંકુલમાં દાતા શ્રી અશોકભાઈ શાહ દ્વારા નવનિર્મિત સાંસ્કૃતિક હોલ તથા સ્વાધ્યાય ખંડનો લોકાર્પણ સમારોહ પ.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજશ્રી (શ્રી આણદાબાવા સેવા સંસ્થા)ના હસ્તે યોજવામાં આવ્યો. જેમાં અતિથિ વિષેશ શ્રી આર.કે. શાહ, શ્રી કીર્તિકુમાર આર. દોઢિયા, શ્રી ધીરુભાઈ વી. હરણીયા, શ્રી કારાભાઈ ખરા અને પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયના મુનિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.