Republic Day - 2019

24 November 2019

અધરંગ


અધરંગ : (Tickell's Blue Flycatcher)

વિશ્વભરમાં ઘણા બધા પક્ષીઓ જાતભાતના અવાજ કરીને પોતાનો મીઠોમધુરો કલરવ કરે છે. આવા જ રંગબેરંગી પક્ષીઓમાંનું એક અધરંગપક્ષી છે. તે ખૂબ જ સુંદર ગાય છે અને પોતાના આવા મધુર અવાજથી સૌને આકર્ષે છે. કુદરતે રચેલી સૃષ્ટિમાં આકાશે ઉડતા વિવિધરંગી પક્ષીઓની દુનિયા પણ અનોખી છે. સમગ્ર વિશ્વમાં અનેક પ્રજાતિના, વિવિધ રંગરૂપના, નાના-મોટા પક્ષીઓ આપણી આસપાસ તેમજ આપણાથી દૂર વસે છે. વિશ્વભરના આવા જુદા-જુદા પક્ષીઓને મળવાનો આનંદ પણ અદ્ભુત છે. આજે આપણે જે પક્ષીની વાત કરવાના છીએ તે ગુજરાતમાં વસતું અધરંગ નામનું ચકલી જેવડું નાનકડું પક્ષી છે. તેનું અંગ્રેજી નામ ધ ટીકલ્સ ફ્લાયકેચરછે.  
વસવાટ : આખા ભારતમાં તેનો વસવાટ છે. ગીચ જંગલમાં રહેવું મને ખૂબ ગમે છે. વનમાં જ્યાં પાણી હોય ત્યાં પણ મારી વસ્તી હોય જ.  
કદ અને લંબાઈ : આમ તો તેનું કદ ચકલી જેવડું જ છે. લંબાઈ આશરે ૧૧થી ૧૨ સે.મી. જેટલી. 
દેખાવ: તમે જુઓ એટલે ખબર પડે કે તે કેવું રૂપાળું છે! પીઠનો ઉપરનો ભાગ ભૂરા રંગનો છે. એમાંય ચહેરાની બાજુનો અને નસકોરા પર ચળકતો ભૂરો રંગ હોય છે. ગરદન અને છાતીનો રંગ રતાશ પડતો અથવા તો કેસરિયો હોય છે. પેટ અને તેની નીચેનો સફેદ રંગ હોય છે. તેનાં સાથીમિત્રો આ જ રંગરૂપના પણ આછા કે ઘાટા રંગના પણ હોય છે. પાંખ અને પૂંછડી આમ તો કાળા રંગની પણ એમાંય ભૂરો રંગ તો જોવા મળે જ. માદાની વાત કરું તો તેનો રંગ થોડો ઝાંખો હોય. આંખ કથ્થઈ, ચાંચ કાળી અને પગ રાખોડી કથ્થઈ રંગના હોય છે. ચાંચ ચપટી અને તેના પર વાળ જેવા પીંછાં હોય છે.  
ભાવતું ભોજન : કરોળિયા, નાનકડી જીવાત તેને ખૂબ જ ભાવે છે.  
ઓળખ :તમે તેને સહેલાઈથી ઓળખી શકો છો. ક્યારેક તમને ચિક-ચિકઅવાજ સંભળાય તો સમજી લેજો કે એ  અધરંગ જ છે.
- ( Divybhaskarમાંથી સાભાર )