White wagtail (દિવાળીઘોડો):
કાબર જેવા કદનું
કાબરું પક્ષી છે. તે સપ્ટેમ્બર -
ઑક્ટોબરમાં પરદેશથી આવનારું યાયાવર પક્ષી છે. આ પક્ષીને મનુષ્યનો સહવાસ ગમે છે.
જંગલોથી દૂર રહે છે. તસવીરો પડાવવી પણ ગમે છે. આપણે ત્યાં આવતી ચાર પ્રજાતિઓમાં બે સામાન્ય રીતે જોવા મળે છે. હજુ આ નર પક્ષીએ લગ્નનો વેશ ત્યજ્યો ન હોય. સફેદ મુખાવટી, માથાની પાછળ કાળી ટોપી, ગળામાં કાળું
લાળિયું, રાખોડી રંગની પીઠ અને તેમાં ઘેરી રેખાઓની સજાવટ, કાળી રંગની ઉપર-નીચે પટપટ કરતી પૂંછ અને સફેદ પેટાળ એ ખાસ
લક્ષણો છે. શિયાળામાં કાળો રંગ ત્યજીને સફેદ રંગ
ધારણ કરે છે. આંખો, લાંબા પગ વગેરે કાળાં હોય છે. માદા રંગે થોડી ફિક્કી હોય છે.
ભારતભરમાં દિવાળી દરમ્યાન ફેલાઈ જાય છે. તેથી દિવાળીઘોડો
નામ પડ્યું છે. જોકે, ક્યારેક દશેરા દરમ્યાન પણ વહેલું આગમન થાય છે. માર્ચ-એપ્રિલ સુધી રહે છે, પછી પશ્ર્ચિમ એશિયામાં પાછા ફરે છે. આગમન વખતે અને વિદાય સમયે મીઠા અવાજે ગુંજન કરે છે. પાણી અને લીલોતરી, ઘાસ વગેરે જોઈ આકર્ષાય છે.
માહિતી :-ડૉ. અશોક એસ. કોઠારી
માહિતી :-ડૉ. અશોક એસ. કોઠારી