ગજપાઉં (Black-winged stilt)
ગજપાઉં એ ટીટોડી જેવું પંખી છે પણ એનાથી
મોટું હોય છે. એની લંબાઈ 15 ઇંચ ( 37 સે.મી.) હોય છે. તેની પીઠ પાંખો કાળા, નીચેથી ધોળું અને માથે રાખોડી કાળા ધાબા હોય છે. ખૂબ લાંબા
બે પગ ને લાંબી પાતળી ચાંચ એ એની ઓળખાણ.
નરને માળા વખતે માથું કાળું ને પેટ ગુલાબી થઇ
જાય છે. માદાને માથે બહુ કાળું હોતું નથી. વરસાદ થયો કે આવ્યાં જ હોય. અને પાણી
ખૂંદતા અંદરથી પાણીની વનસ્પતિના બિયા ને પાણીની જીવાત ખાતાં હોય. લાંબા પગને લીધે
ઊંડા પાણીમાં જઈ શકે છે. પણ આખો પગ બહાર કાઢીને પાછો પાણીમાં મુકવો પડે છે.ઉડે
ત્યારે લાંબા પગ પાછળ લંબાયેલા રાખે છે.
ઉત્તર ભારતમાં કાશ્મીર તેમજ બીજા પ્રદેશોમાં
ચૈત્રથી જેઠમાં માળા કરે છે. પાણીમાં જ કે પાણી કાંઠે માળામાં સાંઠીના કટકા
વગેરેનો માળો જરા ખાડાવાળો કરે છે. જમીનમાં ખાડો હોય અથવા બનાવે છે.