Republic Day - 2019

11 May 2019

Black-winged stilt

ગજપાઉં (Black-winged stilt)

    ગજપાઉં એ ટીટોડી જેવું પંખી છે પણ એનાથી મોટું હોય છે. એની લંબાઈ 15 ઇંચ ( 37 સે.મી.) હોય છે. તેની પીઠ પાંખો કાળા, નીચેથી ધોળું અને માથે રાખોડી કાળા ધાબા હોય છે. ખૂબ લાંબા બે પગ ને લાંબી પાતળી ચાંચ એ એની ઓળખાણ.

    નરને માળા વખતે માથું કાળું ને પેટ ગુલાબી થઇ જાય છે. માદાને માથે બહુ કાળું હોતું નથી. વરસાદ થયો કે આવ્યાં જ હોય. અને પાણી ખૂંદતા અંદરથી પાણીની વનસ્પતિના બિયા ને પાણીની જીવાત ખાતાં હોય. લાંબા પગને લીધે ઊંડા પાણીમાં જઈ શકે છે. પણ આખો પગ બહાર કાઢીને પાછો પાણીમાં મુકવો પડે છે.ઉડે ત્યારે લાંબા પગ પાછળ લંબાયેલા રાખે છે.

    ઉત્તર ભારતમાં કાશ્મીર તેમજ બીજા પ્રદેશોમાં ચૈત્રથી જેઠમાં માળા કરે છે. પાણીમાં જ કે પાણી કાંઠે માળામાં સાંઠીના કટકા વગેરેનો માળો જરા ખાડાવાળો કરે છે. જમીનમાં ખાડો હોય અથવા બનાવે છે.

    ઈંડા 3 થી 4 લીલાશ પડતાં કે ગુલાબી હોય છે. ટીટોડીના ઈંડાને મળતા હોય છે. છીછરા પાણીમાં પથરાનો ટેકરો કરી ત્યાં માળો કરે છે. સમૂહમાં માળા કરે છે. ને વનસ્પતિ પણ ખાય છે.

10 May 2019

Magpie Robin


સંગીતકાર પક્ષી દૈયડ :
 


આકારમાં દેવચકલી જેવું પણ કદમાં દોઢું, બુલબુલનાં કદનું પક્ષી સોસાયટીઓ આજુબાજુનાં વૃક્ષોમાં પણ  જોવા મળે છે. નર શરીરે ચળકતા કાલા રંગનું, પાંખમાં સફેદ પટ્ટો અને પૂંછડીમાં વચ્ચે કાળા પીંછા અને બંને બાજુ સફેદ પીંછા ધરાવે છે. પેટાળ સફેદ હોય છે. દેવચકલીની જેમ પૂંછ ઊંચી રાખે છે અને ઊંચી નીચી કરે છે. તે સાથે ચગદીલની જેમ પૂંછનાં પીંછા પણ પંખાની જેમ પ્રસારે છે. માદામાં કાળા રંગની જગ્યાએ રાખોડી રંગ હોય છે. પેટાળ સફેદ હોય છે.

પક્ષીનું સંસ્કૃત નામ ભારત દધ્યક છે. હિંદીમાં ધૈયાલ, ધૈયાર છે. મરાઠીમાં ડોમિંગા છે. અંગ્રેજી નામ Magpie Robin છે. શાસ્ત્રીય નામ Copsychus saularis છે. પક્ષી ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકામાં લગભગ ૨૫૦૦ મીટરની ઊંચાઈ સુધી વસે છે. પક્ષી શાંત શરમાળ હોવાથી ખાસ નજરે પડતું નથી. સંવનન કાળ એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન નજરે પડે છે. જો કે ફેબ્રુઆરીથી તેની સંગીત મહેફિલ શરૂ થાય છે. વહેલી સવારથી વૃક્ષની ડાળ ઉપર બેઠક જમાવી સંગીતગાન શરૂ કરે છે અને વખતે સૌને તેનાં અસ્તિત્વની જાણ થાય છે. ચી--- જેવી સીસોટીનો અવાજ કરે છે. ચપ-ચપ જેવો પણ અવાજ કરે છે. ખરો ઉન્માદ સંવનન કાળમાં હોય છે. ઉનાળો ઊતરતાં તેનો ઉન્માદ નરમ પડે છે અને વર્ષાઋતુમાં શાંત થઈ જાય છે. વનેચર પક્ષીને ભારતનું દ્વિતીય શ્રેષ્ઠ ગાયક પક્ષી ગણે છે. એપ્રિલના આરંભમાં માળો બાંધવાની પ્રવૃત્તિ શરૂ થાય છે.વૃક્ષની બખોલમાં કે ભીંતનાં પોલાણમાં તણખલા, મૂળિયાં, ઘાસ, પીંછા વગેરે પાથરી રકાબી આકારનો માળો બનાવે છે. તેમાં ફિક્કા વાદળી-લીલાં કે લીલાશ પડતા આસમાની રંગનાં ઉપર તપખીરિયા રંગની છાંટવાળા - ઈંડાં મૂકે છે. માદા ઈંડાંને સેવે છે. નર બીજી જવાબદારી સંભાળે છે.

માહિતી : ડો. અશોક એસ. કોઠારી