Republic Day - 2019

03 December 2017

લાખોટા તળાવ અને લાખોટા કોઠો

લાખોટા તળાવ અને લાખોટા કોઠો:


જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. ૧૫૮૨-૮૩માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્ર્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહ તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે.

હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતા ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.

આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે. લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે. જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો. આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે.