રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ
આરોગ્ય અધિકારી શ્રી ડૉ. લાખાણી સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૨૪ જુલાઈના રોજ શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યા. ડૉ. લાખાણી સાહેબે વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અને આરોગ્ય જાળવણી વિષે રોચક માહિતી આપી.