લોકસાહિત્યમાં વરસાદ:
લોક સાહિત્યમાં
મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે:
1. ફર ફર – માત્ર રૂંવાડાં ભીના કરે એવો વરસાદ…
2. છાંટા – પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ…
3. ફોરાં- મોટા મોટા
છાંટા તૂટી પડે એવો વરસાદ…
4. કરા – જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર
તડાતડ વાગવા લાગે એવો વરસાદ…
5. પચેડિયો –
માથા ઉપર પચેડિ નુ રક્ષણ
લઈને ભાગવું પડે એવો વરસાદ…
6. નેવાધાર –
ઘર ના નળીયા સંતૃપ્ત થયા
પછી નેવાની નીચે બાલ્દી મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ…
7. મોલિયો – ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ…
8. અનરાધાર – છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ…
9. મુશળધાર – બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ…
10. ઢેફા ભાંગ – ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ…
11. સાંબેલાધાર (પાણ મેહ )–
ખેતરોના કયારાઓ ભરાય જાય
અને કુવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ….
12. હેલી – સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવી એમ કેહવાય…
અને ઉપર જણાવેલ
તમામ પ્રકારના વરસાદો જ્યારે એકી સાથે ટુટી પડે ત્યારે *બારેય મેઘ ખાંગા* થયા એમ
કેહવાય….!!