Republic Day - 2019

09 June 2017

શાળા પ્રવેશોત્સવ

તા.૧૦/૦૬/૨૦૧૭

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ:

શ્રી કે.જે. શાહ હાઈસ્કૂલ, ઠેબા (જામનગર)માં જામનગર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ગુપ્તા સાહેબના સાનિધ્યમાં "કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ" કાર્યક્રમ યોજવામાં આવ્યો.
-કાર્યક્રમમાં આદર્શ કેળવણી મંડળના પ્રમુખશ્રી નાથાભાઈ સંઘાણી તથા  મંત્રી શ્રી હરિભાઈ કરસરીયા, મંડળના અન્ય સદસ્યો ઉપરાંત ગામના સરપંચશ્રી, ઠેબા તાલુકાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી દામજીભાઈ, CRC શ્રી ભંડેરી સાહેબ અને નિમંત્રિત મહેમાનો હાજર હતા. 
- કાર્યક્રમનું સંચાલન ધોરણ -૧૦ માં અભ્યાસ કરતા છૈયા સંજના અને પારજીયા મેહુલે કર્યું. 
- ધોરણ -૯ ના વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.
- શાળાની બહેનોએ ગૌરવ ગાન તથા યોગ આસનોનું નિદર્શન કર્યું.
- ધોરણ -૯ની ત્રણ બહેનોએ "બેટીબચાવો", "પાણી બચાવો", તથા "વૃક્ષારોપણ" વિષય પર સુંદર વિચારો રજુકર્યા.
- શાળાના શિક્ષક શ્રી એમ.એસ.ભોઈ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા.