Glossy Ibis: નાની કાંકણસાર
ત્રણેય કાંકણસારમાં
વધુ દેખાવડી. કદે સૌથી નાની અને શરીરે
નાજુક. સંખ્યામાં પણ ઓછી. વ્યાપક પંખી ગણાય. તેને માથે કે ડોકે પીંછા વિનાની ખુલ્લી
ચામડી નથી. શરીરે લગભગ કાળો લાગે તેવો ઘેરો કથ્થાઈ રંગ. સુર્યપ્રકાશ તેના ઉપર પડે
ત્યારે જાંબલી, લીલી અને કાંસાવરણી ઝાંય
તેમાં સ્પષ્ટ દેખાય.ચાંચ લાંબી, પાતળી, વાંકી અને રંગે રાખોડી બદામી. પગ બદામી.
નર-માદા સરખાં.પાણી કાંઠાની કે પાણીમાં ઊગેલી વનસ્પતિમાં ફરતી રહે. ખુલ્લામાં ઓછી
આવે. અનુકૂળ સ્થળે કોઈવાર પચાસ, સો જેવી સંખ્યામાં પણ દેખાય. ભાગ્યે જ બોલાતી
સંભળાય. મોટા તળાવો કે જળાશયોના કાંઠે ફરે. યુરોપ, ઈરાન અને ઉત્તર ભારતમાંથી આપણે
ત્યાં ચોમાસા બાદ આવે. આખો શિયાળો રોકાઈ વસંત આવતાં જાતિ રહે.
સાભાર : પ્રકૃતિ પરિચય
શ્રેણી ભાગ.૨