Republic Day - 2019

13 October 2017

16 શણગાર





માથાથી પગ સુધીના 16 શણગાર સ્ત્રીઓ માટે આ કારણોથી છે જરૂરી
સ્ત્રીઓમાં શણગારનું મહત્વ સૌથી વધારે હોય છે. સમય બદલાતો રહે છે અને ફેશનની સાથે પોષાક, શણગારની વસ્તુઓનું ચલણ પણ બદલે છે. પરંતુ નથી બદલતી સ્ત્રીઓની તૈયાર થવાની આદત અને તેમનો શોખ. ભારતની તો પરંપરામાં પણ સ્ત્રીઓના સોળે શણગાર કરવાની વાતને જરૂરી ગણાવી છે.
સોળે શણગાર શબ્દ પણ 16 પ્રકારના શણગારની સામગ્રી પરથી પ્રચલિત થયો છે. આ 16 પ્રકારના શણગાર સ્ત્રીની સુંદરતામાં વધારો કરવાની સાથે તેના સ્વાસ્થ્યને પણ સુધારે છે. આજે જાણી લો આ 16 શણગાર કયા કયા છે અને તેનું મહત્વ શું છે.
1. ચાંદલો : મહિલાઓ માટે કપાળમાં ચાંદલો કરવો જરૂરી મનાય છે. ચાંદલો કરવાથી એકાગ્રતા વધે છે અને મન પણ શાંત રહે છે.
2. સિંદૂર : મહિલાઓ જે ભાગમાં સિંદૂર લગાવે છે ત્યાં મગજની સંવેદનશીલ ગ્રંથી હોય છે, તેનાથી માનસિક શક્તિ વધતી હોવાનું માનવામાં આવે છે.
3. મંગળસૂત્ર : મંગળસૂત્રના કાળા મોતી મહિલાઓને ખરાબ નજરથી બચાવે છે તેવું માનવામાં આવે છે.
4. બાજુબંધ : હાથના બાવડામાં પહેરવાથી સ્ત્રીઓની સુંદરતામાં વધારો થાય છે.
5. બુટી : કાનના આ કોમળ ભાગમાં એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જેના પર બુટી પહેરવાથી દબાણ આવે છે અને તેના કારણે કિડની પણ સ્વસ્થ રહે છે.
6. ઝાંઝરી : ઝાંઝરીની ધાતુ ત્વચાના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે અને હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડે છે.
7. નથણી : નથણીના કારણે નાકના એ એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ આવે છે જે સ્ત્રીઓની દુખાવો સહન કરવાની શક્તિમાં વધારો કરે છે.
8. મહેંદી : મહેંદીનો રંગ હાથને સુંદર બનાવવાની સાથે શરીરની ગરમી પણ દૂર કરે છે. આ ઉપરાંત તેના કારણે ચામડીના રોગ પણ દૂર થાય છે.
9. બંગડી : સોના-ચાંદીની બંગડી પહેરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે.
10. વેણી : ગજરો-વેણી વાળને તંદુરસ્ત રાખે છે અને માથાની ગરમી પણ ફુલના કારણે દૂર થાય છે.
11. કંદોરો : કંદોરો પહેરવાથી મહિલાઓને હર્નિયાની સમસ્યા થતી નથી તેવું માનવામાં આવે છે.
12. આંજણ : આંજણ લગાડવાથી આંખોમાં ઠંડક મળવા ઉપરાન્ત આંખની સાથે સંકળાયેલ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે તેમ મનાય છે
13. પગની આંગળીની વીંટી : પગની આંગળીમાં પહેરાતી વીટીંના કારણે રક્ત પરીભ્રમણ વધે છે. માનવામાં આવે છે કે આ કારણે ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકે છે.
14. દામની : માથામાં દામની પહેરવાથી બેચેની થતી નથી અને મનને શાંતિ મળે છે.
15. વીંટી : આંગળીમાં વીંટી પહેરવાથી આળસ દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
16. લાલ કપડાં : સુતરાવ અને રેશમી લાલ કપડાં શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બને છે.