Crested Lark : મોટો ચંડુલ
કદ ચકલીથી થોડું
મોટું. જેમની કલગી સ્પષ્ટ અને તરત દેખાઈ આવે તેવાં આપણા ત્રણ સ્થાનિક ચંડુલોમાં
મોટો ચંડુલ કદમાં સૌથી મોટો. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ તેનું વતન. મીઠા
કંઠની બક્ષીસ તેને પણ મળી છે. થોડું ઊંચે ઉડીને નાફીકરી રીતે આમતેમ ઉડતાં ઉડતાં
ગાય. કોઈ છોડ-ઝાંખરાની ડાળીએ બેઠાં બેઠાં પણ ગાય. ઉનાળા અને ચોમાસા દરમ્યાન ગાતો
વધારે સંભળાય.
ઉપરનું શરીર
રેતીયું રાખોડી અને તેમાં કાળી રેખાઓ. પેટાળ મેલું ધોળું. માથે ઉભી કલગી. છાતી ઉપર
ઝીણી બદામી રેખાઓ. નર-માદા સરખાં.
ટટ્ટાર રહીને
ચાલે. થોડાં ડગલાં ઝડપથી ચાલી ખોરાક લેવા અટકે. ખારાપાટ, ટૂંકા ઘાસવાળા વીડ, પડતર
વિસ્તારો અને દરિયા કાંઠાના સૂકાં કાદવના મેદાનોમાં દેખાય. રહેવાસી પંખી.
માર્ચથી
સપ્ટેમ્બર સુધીમાં માળા કરે. ઘાસના છોડની ઓથે જમીન પર વાટકા જેવો ઘાસનો માળો
બનાવે. સ્થાઈ નિવાસી. વ્યાપક.
સાભાર: પ્રકૃતિ
પરિચય શ્રેણી. ભાગ-૩