પૃથ્વી પર પ્રકાશ, ગરમી જેવા અનેક પરિબળો છે જેમાં ચુંબકીય
શક્તિ વિશિષ્ટ પરિબળ
છે. પૃથ્વીના
પેટાળમાં સતત વલોવાતા લાવારસને કારણે પૃથ્વીની આસપાસ ચુંબકીય બળનું ક્ષેત્ર બને છે.
આ ક્ષેત્ર પૃથ્વીની સપાટીથી ૧૫૦૦૦થી ૨૫૦૦૦ કિલોમીટર સુધી ફેલાય છે. આ બળ પૃથ્વી પરની તમામ ચીજો પર વધતી ઓછી અસર કરે છે.

પૃથ્વી એક મોટું ચુંબક છે
સંતરા જેવી ગોળાકાર પૃથ્વીના બંને છેડે આવેલા દક્ષિણ અને ઉત્તર ધ્રુવને જોડતી કાલ્પનિક ધરી પર પૃથ્વી ચક્રાકાર ફરે છે. આ બંને ધ્રુવો વચ્ચે ચુંબકીય બળ સતત વહેતું હોય
છે.
પૃથ્વીના ભૌગોલિક અને ચુંબકીય ધ્રુવના સ્થાન અલગ અલગ છે. ચુંબકીય ઉત્તર ધ્રુવ કેનેડામાં છે અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં છે. ચુંબકીય શક્તિ કે મેગ્નેટિઝમનો આપણા રોજીંદા જીવનમાં ઉપયોગી સાધનોમાં વ્યાપક ઉપયોગ થાય છે.

સૌજન્ય : gujaratsamachar