Republic Day - 2019

30 December 2018

વૃક્ષના વિકાસનું વિજ્ઞાન



જમીનમાં બીજ રોપાયા પછી અંકૂર ફૂટે અને કૂંપળ બહાર નીકળે થોડા દિવસમાં આ કૂંપળ મોટી થઈ છોડ બને અને વર્ષો પછી વૃક્ષ વધે. સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. પ્રાણીઓના કદ વધે છે તેજ રીતે વૃક્ષો પણ મોટા થાય છે. પણ વનસ્પતિના વિકાસની વાત થોડી જુદી છે.
વૃક્ષ જમીનમાંથી પાણી અને ખનીજ મેળવે છે. તેના પાનમાં સૂર્યપ્રકાશ વડે સ્ટાર્ચસાકર દ્રવ્ય ને સેલ્યુલોઝ બને છે. થડમાં રહેલા કોષો દ્વારા તે પોષણ મેળવે છે.

છોડનું થડ પાતળુ અને નરમ હોય છે. ટોચે ડાળી અને પાન ફરતાં જાય તેમ વજન વધે અને થડ મજબૂત અને જાડું થતું જાય.
છોડની દરેક ડાળીના છેડે કોશો વિભાજીત થઈ તળે ડાળી અને પાન ફૂટે જૂના કોશો સખત થતાં જાય. થડની છાલ મજબૂત થતી જાય, વૃક્ષના થડની ઊંચાઈ વધતી નથી પરંતુ ટોચના છેડે નવી ડાળીઓ ફૂટીને ઊંચી થાય છે. થડનો વ્યાસ વધે છે.

સૌજન્ય : gujaratsamachar