Republic Day - 2019

26 December 2018

પૃથ્વી પરનો અજાયબ જીવ: કાચબો



સૌથી વધુ આયુષ્ય ભોગવતા કાચબા પૃથ્વી પર ૨૦ કરોડ વર્ષ પહેલા પેદા થયેલા પ્રાણીઓ છે. તેના શરીર પર રક્ષણ માટે સખત કવચ હોય છે.

પાણીમાં રહેલા કાચબાને ટર્ટલ અને જમીન પર રહેતા કાચબાને ટોર્ટસ કહે છે. જમીન પર રહેતા કાચબા વનસ્પતિ આહારી છે. પાણીના કાચબા વનસ્પતિ અને જળચર જીવ એમ સર્વભક્ષી છે.
પૃથ્વી પર ચાર ઇંચના બોગ ટર્ટલથી માંડીને ૭૦૦ કિલો વજનના લેધરી ટર્ટલ જોવા મળે છે.

જમીન પર રહેતા કાચબા ૧૦૦ થી ૧૫૦ વર્ષ જીવે છે. કાચબાના શરીર પરનું કવચ એક જ પેટર્નના ૬૦ હાડકાનું બનેલું હોય છે. જોખમના સમયે કાચબો મોં અને પગ કવચમાં સંકોરી લે છે. કાચબા સૌથી ધીમે ચાલનાર પ્રાણી છે.
પાણીમાં રહેલા કાચબા કિનારાના ખડકની બખોલમાં રહે છે.તેના પગના પંજા પહોળા હલેસા જેવા હોય છે. જમીન પર રહેતા કાચબાના પગમાં પાંચ આંગળી હોય છે. તેમાં તીક્ષ્ણ નખ હોય છે. તે જમીન ખોદી દર બનાવી રહે છે. કાચબો નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધ પારખે છે. બંને પ્રકારના કાચબા ઇંડા મૂકે છે.

સૌજન્ય : gujaratsamachar