આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:
પ્રાચીન કાળથી જ યોગ કલા
એક અમુલ્ય ભેટ હતી. જે પ્રત્યેક મનુષ્યનાં શરીર અને મગજનાં તણાવને દૂર કરવાનું
કાર્ય કરે છે. પુરા વિશ્વમાં ૨૧ જૂનનાં રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેથી પ્રત્યેક
મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રદાન થાય તેમજ તે રોગ મુક્ત થઈ શકે. આ દિવસનો સર્વાધિક
પ્રચાર સ્વામી વિવેકાનંદે કર્યો હતો. પતંજલિ મુનિ પોતાનાં ‘યોગ સૂત્ર’ માં તેમણે ‘અષ્ટાંગ યોગ’ ને ખુબ જ સુંદર
રીતે આલેખ્યું છે. યોગ દિવસ વિશ્વ નાં ઘણા દેશોમાં ઉજવાય છે યોગ દિવસ ને ઘણું જ
પોત્સાહન પણ આપવામાં આવ્યું છે.
નિયમિત રીતે યોગ કરનાર વ્યક્તિ હમેશાં
પ્રસન્ન રહે છે તેમજ તેમનું શરીર સ્વસ્થ રહે છે. યોગનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે.
તેમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયમ વગેરેનો
સમાવેશ થાય છે. યોગાસનથી મનુષ્યની મન-બુદ્ધિ એકાગ્ર થાય છે, જેમનાથી
વ્યક્તિમાં આત્મબળ વધે છે. આજનાં યુવાનો માટે યોગ એક મિશનનું કાર્ય કરે છે, જેથી યુવાનોમાં
નવ ચેતના પેદા થાય છે. કેવળ બીમાર વ્યક્તિ કે જાડા વ્યક્તિ માટે જ યોગ નથી; પરંતુ બધા માટે
જરૂરી છે કારણ કે યોગથી તન અને મનને ફાયદો થાય છે. આજે પણ ઘણી બધી શાળા, કોલેજ અને
યુનિવર્સીટિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia