પારલેજી
પાર્લે-જી કે પાર્લે ગ્લુકોઝ બિસ્કીટ પાર્લે
પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ભારતની સર્વાધિક લોકપ્રિય બિસ્કીટમાંની
એક હતી. તે સૌથી જૂની બ્રાંડના નામવાળી એક હોવાની સાથે-સાથે સર્વાધિક વેચાણવાળી
બિસ્કીટ બ્રાંડ પણ હતી. ૩૦ જુલાઈ ૨૦૧૬ના આ ફેક્ટરીને બંધ કરી દેવાઈ. દશકાઓ સુધી
તેનું ઉત્પાદન મીણના કાગળથી નિર્મિત સફેદ અને પીળા રંગનાં અતિ લોકપ્રિય રેપર તેમની
પહેચાન બની બની ગઈ જેની પર નાની છોકરી દેખાય છે. નકલી કંપની લગભગ સમાન પેકેટ
ડિજાઈન અને સમાન નામ પરંતુ નીચી ગુણવત્તાવાળા ઉત્પાદનોને વેચવાનો પ્રયત્ન કરતી
રહી.
કંપનીનો નારો જી નો છે, જેનો મતલબ જીનિયસ
એવો થાય છે. ભારતનાં ગ્લુકોઝ શ્રેણીના ૭૦% બજાર પર તેનો કબજો હતો, ત્યારબાદ બીજા
નંબર પર બ્રિટાનિયા ટાઈગર અને આઈટીસી સનફાસ્ટ છે. આ બ્રાન્ડની અંદાજીત કિમત ૨૦૦૦
કરોડ રૂપિયાથી વધારે છે અને પાછલાં વર્ષે તેનું વેચાણ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું.
ભારત બહાર તેની ઉપલબ્ધિ યુરોપ, બ્રિટેન, અમેરિકા, કેનેડા વગેરે હતું.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia