અલનીનોની અસરથી
વરસાદ ઓછો પડયાના સમાચાર તમે વાંચ્યા હશે. વરસાદની વાતમાં અલનીનો ઉલ્લેખ ઘણીવાર
થાય છે. આ અલનીનો શું છે તે જાણો છો ?
સ્પેનીશ ભાષામાં 'અલનીનો' એટલે ખ્રિસ્તનું બાળક પરંતુ અહીં વાત હવામાનની છે. દક્ષિણ અમેરિકાના પેરૃ દેશના દરિયાકાંઠે દર પાંચ કે છ વર્ષે ગરમ પાણીના પ્રવાહ પેદા થાય છે. નિયમિત સમયાંતરે ક્રિસ્મસ વખતે જ આ પ્રવાહ પેદા થાય છે. એટલે તેનું નામ ખ્રિસ્તનું બાળક પડયું. આ પ્રવાહ આખી દુનિયાના હવામાન પર અસર કરે છે.
પેસિફિક સમુદ્ર પર વહેતાં વ્યપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ જતાં હોય છે અને વાદળોને એશિયાના દેશ તરફ ધકેલતાં હોય છે. આ વાદળો જ ભારત સહિત એશિયાના દેશોમાં વરસાદ લાવે છે. પરંતુ પેરૃના દરિયામાં અલનીનો સર્જાય ત્યારે તેની ગરમ હવા ઉપરની તરફ જાય છે. અને વ્યાપારી પવનો તેનું સ્થાન લેવા ધસી જાય છે. વ્યાપારી પવનોની દિશા બદલાઈને અમેરિકા તરફ જાય છે. આના કારણે એશિયાના દેશોમાં વરસાદ ઓછો પડે છે. અલનીનો વધુ શક્તિશાળી હોય તે એશિયાના દેશોમાં દુષ્કાળનો ભય ઉભો થાય છે.

સૌજન્ય: gujaratsamachar