ભજન:
1. શિવજીનું ડમરુ ડમ ડમ વાગે
2. ભાવે ભજીલ્યો ભગવાન
3. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા
4. ગોપાલ મારો પારણિયે ઝુલે રે
5. આ બંગલાનો બાંધનાર કેવો
6. પ્રથમ પહેલા સમરીએ
7. બહુ કનડે છે કાનો રે
8. ગણપતિ દાતા મેરે દાતા
9. નંદબાવાને માતા જશોદાજી સાંભરે
10. હંસલા શિવને રટીલે
11. અગડ બમ શિવ લહેરી
12. તું તો માળા રે જપીલે રાધેશ્યામની
13. કાનાને માખણ ભાવે રે
14. મેરુ તો ડગે જેનાં મન ના ડગે
15. વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય
16. મનનો મોરલિયો રટે તારું નામ
17. પારણિયુ બંધાય યશોદાજી ગાય
18. રોઈ રોઈ કોને સંભળાવું
19. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
20. સદગુરૂ તમે મારા તારણહાર
21. હરિ તારા નામ છે હજાર
22. વીજળીને ચમકારે
23. હે માલિક તેરે બંદે હમ
24. હે ઓધવજી
25. કરમનો સંગાથી રાણા મારો કોઇ નથી
26. રંગાઈ જાને રંગમાં
27. આત્માને ઓળખ્યા વિના...
28. ચિત્ત તું શીદને ચિંતા ધરે
29. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
30. શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી
31. આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો
32. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ
33. એક જ અરમાન છે મને
34. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય
35. વૈષ્ણવજન તો તેને રે કહીયે
36. હારે તારે એક દિન જાવું પડશે
37. જૂનું તો થયું રે દેવળ
38. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે
39. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના
40. ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં.
41. ઊંચી મેડી તે મારા સંતની રે
42. લોભી આતમને સમજાવો રે,
43. હે કરુણાના કરનારા
44. અમે તો તારાં નાનાં બાળ
45. ધૂણી રે ધખાવી
46. જીવન અંજલિ થાજો!
47. પ્રથમ પહેલા સમરીએ
48. મનનો મોરલિયો રટે તારું નામ
49. હરિ તારા નામ છે હજાર
50. કા’નાને માખણ ભાવે રે 55
51. चोरी चोरी माखन खाई गयो
रे
52. पायोजी मैंने राम रतन धन
पायो
53. कभी प्यासे को पानी
पिलाया नहीं
54. कभी राम बनके कभी श्याम
बनके
55. हमको मन की शक्ति देना
56. अब सौंप दिया इस जीवन का
57. इतनी शक्ति हमे देना दाता
58. પ્રભો અંતર્યામી
59. ઓ ઇશ્વર ભજીએ તને
60. એક જ દે ચિનગારી
61. સર્વધર્મ પ્રાર્થના
62. મંદિર તારું વિશ્વ રૂપાળું
63. મારી બંસીમાં બોલ બે
64. જીવન અંજલિ થાજો !
65. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
66. વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે
67. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
68. હે ભોલાનાથ ત્રિપુરારિ
69. શ્યામ તુજે મિલને કા
70. છોટી છોટી ગૈયા
71. રાધા ઢૂંઢ રહી
72. કૈસે આવું રે કનૈયા
73. હે સદગુરુ તમે મારા તારણહાર
ધૂન:
1. તૂટ જાયેના માલા કભી પ્રેમ કી,
2. સચ્ચા તેરા નામ હૈ, સચ્ચા તેરા કામ હૈ,
3. દિન રાત સુગંધ રહે ફૂલમા
4. ભારત માતાકી જય એના છૈયાકી જય
5. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો
6. કનૈયા લે કનૈયા લે મધુરી મોરલી તારી
7. ઘરનો ધંધો પણ કરીએ
8. હાં રે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી
9. મીઠી મારી આંખડીના તારા
10. ફૂલોથી મહેકે છે બાગ
11. વિઠ્ઠલ વિઠ્ઠલ
વિઠ્ઠલા
12. ૐ નમઃ શિવાય
13. રઘુપતિ રાઘવ રાજારામ….
14. તાળી પાડીને રામ નામ બોલજો રે
15. ટુંકું ને ટચ એવું નામ
16. હાં રે મારા શંકર ભગવાન રે,
17. રામનામ બોલો આળસ કેમ થાય છે
18. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે
19. સાચી વાણીમાં શ્રી રામ
20 . જય જય બોલો આનંદ અંબે માતની રે
21. હર હર શંભુ ભોળા તમારી ધૂન ભાગી
ભજન
1. શિવજીનું ડમરુ ડમ ડમ વાગે
શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo
કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા,
પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
અયોધ્યામાંથી રામ આવ્યા,
સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
ગોકુળમાંથી શ્રીકૃષ્ણ આવ્યા,
રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo
2. ભાવે ભજીલ્યો ભગવાન
તમે ભાવે ભજીલ્યો ભગવાન
જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ
જીવન થોડું રહ્યું.
એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા
થયા.
ચેતો ચેતો શું ભૂલ્યા છો
ભાન. જીવન થોડું રહ્યું...
બાળપણને જુવાનીમાં અડધું
ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું
ભર્યું.
હવે બાકી છે તેમાં દયો
ધ્યાન. જીવન થોડું રહ્યું...
પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
બનો આજથી પ્રભુમાં મસ્તાન.
જીવન થોડું રહ્યું...
જરા ચેતીને ભક્તિનું ભાતું
ભરો,
કઈંક ડર તો પ્રભુજીનો
દિલમાં ધરો,
છીએ થોડા દિવસના મહેમાન.
જીવન થોડું રહ્યું...
પછી આળસમાં દીન બધા વીતી
જાશે,
પછી ઓચિંતું યમનું તેડું
થશે,
નહિ ચાલે તમારું તોફાન.
જીવન થોડું રહ્યું...
3. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા
સંતને સંતપણા રે મનવા નથી
મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ
ચૂકવવા પડતાં.
સંતને સંતપણા રે...
ભરી બજારે કોઈ વેચાણા. કોઈ
તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ
હેમાળો ગળતા.
સંતને સંતપણા રે...
કરવત મેલી માથા વેર્યાને
કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી
સાધુડા સુળીએ ચડતા.
સંતને સંતપણા રે...
પ્યારા પુત્રનું મસ્તક
ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
સંતને સંતપણા રે...
પર દુઃખેરે જેનો આતમ
દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
માન મોહને મમતા ત્યાગી જઈને
બ્રહ્મમાં ભળતા.
સંતને સંતપણા રે...
ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ
જેના ચોપડે નામ ચડતા (૨)
એવા સંતને ભજતા જીવડાં ભવના
બંધન ટળતા.
સંતને સંતપણા રે...
4. ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની ગોપી રે (2) ગોપાલ
મારો……
ગોપાલ તને રમકડું લઇ આલુ,
ગોપલ તને માખણિયું ભાવે રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ
રે (૨) ગોપાલ મારો……
ગોપાલ તને ઝાંઝરિયું
પહેરાવું
કે નાના નાના ડગલીયો ભરાવું
ગોપાલ તને આંગણિયામાં
નચાવું (૨) ગોપાલ મારો……
ગોપાલ તને ચાંદની રાતે રમાડે
કે હાથમાં ઘૂઘરડો રે વગાડું
પરોઢિયે આવીને રે જગાડું
(૨)
ગોપાલ મારો……
ગોપાલ તને મોરપિચ્છ મુકુટ
પહેરાવુ
ને તારી કેડે કંદોરો
પહેરાવું
ગોપાલ તને સોના પારણિયે
ઝુલાવું ગોપાલ મારો……
5. આ બંગલાનો બાંધનાર કેવો
આ બંગલાનો બાંધનાર કેવો..આ
બંગલો કોણે બનાવ્યો
લોઢું નથી આમાં લાકડું નથી
રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...
આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
કડિયા કારીગરની કારીગરી
કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
બંગલો બનાવી જીવાભાઇને
પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...
નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...
પાછું વળીને શું જુઓ છો
જીવાભાઈ ખૂટી મહેરબાની...આ બંગલો...
જીવલડો ડરીને ગયો પ્રભુ
શરણે, તારશે પ્રેમ નગરવાળો...આ બંગલો..
6. પ્રથમ પહેલા સમરીએ
પ્રથમ પહેલા સમરીએ સ્વામી
તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)
માતારે જેના પાર્વતી સ્વામી
તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)
ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)
કાનમાં કુંડળ ઝળહળ સ્વામી
તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા
મહેર કરોને મહારાજ
પાંચ લાડુ તમને પાય ધરું
સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા
મહેર કરોને મહારાજ (૨)
રાવતરણશીની વિનતી સ્વામી
તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)
7. બહુ કનડે છે કાનો રે
બહુ કનડે છે કાનો રે માતાજી
તારો !
બહુ કનડે છે કાનો.
સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
ચીટીયા ભરે છાનોમાનો રે
માતાજીo
માણસ દેખીને મારી કરે છે
મશ્કરી (૨)
નથી હવે કાઈ નાનો રે માતાજીo
મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
એવો શું સ્વભાવ છે એનો રે
માતાજીo
શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
નહીત્તર નથી માણસ કઈ
સારો રે માતાજીo
દાસ સવો કહે જરા વારો જશોદા
મૈયા,(૨)
એને બોધ ન લાગે બીજાનો રે માતાજીo
8. ગણપતિ દાતા મેરે દાતા
તમે ભાંગો મારા દલડાની
ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના
તાળા...
મારા દુખ દારિદ્રય મટી
જાતા...
ગણપતિ દાતા મેરે દાતા
મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા...
ગુણપતિ દાતા
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુર ચાલ ચલંતા.. ગુણપતિ
દાતા
ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
ધૂપ ધ્યાનને કરું આરતી
ગુગળના ધૂપ હોતા..ગુણપતિ
દાતા
તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા...
ગુણપતિ દાતા
9. નંદબાવાને માતા જશોદાજી સાંભરે
નંદબાવાને માતા જશોદાજી
સાંભરે,
મમતા રે મોટી રે મારી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા
(૨)
પણ માખણને રોટી મારી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
સોનાના થાળ અહીં સોનાના
કટોરા, (૨)
પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
સિતાર-સારંગીના ગીત અહીં
ગુંજતા, (૨)
પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo
હીરા માણેકના ઝળહળતા હાર
અહીં, (૨)
તુલસીને ગુલછડી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
મણિમય રત્નજડીત મુગટ અહીં
શોભતા,(૨)
પણ મોરપીંછ પાઘડી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo
હેમર હાથીડા અહીં ઝૂલે
અંબાડી,(૨)
પણ ગોરી મારી ગાવડી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
મોજડી મુલાયમ શોભતી રે મખમલ
શાપાએ,(૨)
ચંદન ચાખડી રહી ગઈ
ગોકુળમાં. - નંદબાવાનેo
ઓધવ જઈને રુત રાધિકાને કે'જો,(૨)
કે અમી ભરી આંખડી રે રહી
ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo
નંદબાવાને માતા જશોદાજી
સાંભરે,
મમતા રે મોટી રે મારી રહી
ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo
10. હંસલા શિવને રટીલે
મળ્યો તને માનવ અવતાર હંસલા
શિવને રટીલે,
વાંકો કોઈ કરશે ન વાળ હંસલા
શિવને રટીલે.
જગતના ચોકમાં આવ્યો તું
જ્યારથી
ભૂલી ગયો રામને માયાવી
પ્યારથી
વધ્યો માથે દેવાનો ભાર
હંસલાo
સંપતિમાં સુખ નથી સાચું
જીવનનું
કરતો સદાય તું ધાર્યું તારા
મનનું
જાણ્યો નહિ જિંદગીનો સાર
હંસલાo
ઝાંઝવાના જળ જોઈ દુર દુર
ભટક્યો
આશાના તંતુએ અધ્ધર તું
લટક્યો
કામ નહિ આવે પરિવાર હંસલાo
ભક્તિને પંથ જાતા ભક્તો
સાંભળજો
મૂડી ઝાઝી ભજનની બાંધજો
થઇ જાયે ત્યારે બેડો પાર
હંસલાo
11. અગડ બમ શિવ લહેરી
બમ બમ લહેરી ઓમ શિવ લહેરી
સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ
શિવ લહેરી.
નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી
(૨)
ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી
(૨)
શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી
(૨)
બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી
(૨)
નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી
(૨)
બમ બમ લહેરી ઓમ શિવ લહેરી
સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ
શિવ લહેરી.
12. તું તો માળા રે જપીલે રાધેશ્યામની
તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo
ખાલી આવ્યા ખાલી જાશું,
સાથે શું લાવ્યા શું લઇ
જાશું ?
જીવન ધન્ય રે બનાવો
ભક્તિભાવથી,
તું તો માળા રે જપીલે
રાધેશ્યામનીo
જુઠા જગના જુઠા ખેલ,
મનવા તારું મારું મેલ.
હવે છોડી દેને ચિંતા આખા
ગામની,
તું તો માળા રે જપીલે
રાધેશ્યામનીo
તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપીલે
રાધેશ્યામનીo
13. કાનાને માખણ ભાવે રે
કાનાને માખણ ભાવે રે
વ્હાલાને મીસરી ભાવે રે
ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ
ઘેવર ધરુ સઈ
મોહનથાળ ને માલપુઆ પણ માખણ
જેવા નઈ
--કાનાને માખણ ભાવે રે
શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ
સુતરફેણી સઈ
ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ
જેવાં નઈ
-- કાનાને માખણ ભાવે રે
જાત જાતના મેવા ધરાવુ ધૂધ
સાકર ને દહીં
છપ્પ્નભોગ ને સામગ્રી
ધરાવું પણ માખણ જેવા નઈ
-- કાનાને માખણ ભાવે રે
ગોપીએ માખણ ધર્યું ને હાથ
જોડી ઊભી રઈ
દીનાનાથ રે જપ્યા રે નાચ્યા
થૈ થૈ થૈ
-- કાનાને માખણ ભાવે રે
14. મેરુ તો ડગે જેનાં મન ના ડગે
મેરુ તો ડગે જેનાં મન ના
ડગે
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી... મેરુ...
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી,
રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરુ...
હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી... મેરુ...
તન મન ધન જેણે પ્રભુને
સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે
તો,
અલખ પધારે એને દ્વારજી... મેરુ...
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ
ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે... મેરુ...
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી... મેરુ...
15. વિધિના લાખિયા લેખ
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત-પિતાની કરતો,
તીરથે તીરથે ડગલા ભરતો, ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા, સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા, શબ્દો થાય થાય થાય.
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
દશરથ મૃગલા રમવાને આવે, શબ્દ સુણીને બાણ ચલાવે,
એ બાણે શ્રવણનો જીવ છોડી, ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
અંધ માત-પિતા ટળવળતા, દીધો શ્રાપ જ મરતા-મરતા.
દશરથ પુત્ર વિયોગે મરતા, કરતા હાય હાય હાય.
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
જ્યારે રામજી વન સંસરીયા, દશરથ પુત્ર વિયોગે મરિયા.
અમૃત કહે દુઃખના દરિયા, ઉભરાય જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે
સાચા થાય થાય થાયo
16. મનનો મોરલિયો રટે તારું નામ
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર આવી પુરો હૈયા કેરી
હામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
સુરજ ઉગે ને મારી ઉગતી રે
આશા,
સંધ્યા ઢળે ને મને મળતી
નિરાશા.
રાત-દિવસ મને સુઝે નહિ કામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
આંખલડી એ મને ઓછું દેખાય છે,
દર્શન વિના મારું દિલડું
દુભાય છે.
નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
આંસુઓના બિંદુથી જોવું
તડપાયે.
માંગુ સદાય તારા ચરણોમાં
વાસ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
17. પારણિયુ બંધાય યશોદાજી ગાય
પારણિયુ બંધાય યશોદાજી ગાય
હે લાલો મારો પારણિયામાં
ક્યારે પોઢી જાય
હે મારા લાલાને હે મારા
કાનાને હે મારા વ્હાલાને હિચકે હિંચકાવું
એના ગીત મધુરા હું ગાવું
હો મારા હૈયામાં એને સમાવું
એના હૈયામાં હું તો સમાવું
એનું મુખડું લાલમ લાલ એના
ગુલાબી છે ગાલ
એવા સુંદર દેખાય
-પારણિયુ બંધાય
હે હું તો ઈચ્છુ કે જલ્દી ન
જાગે કોઈ રમાડવાને ન માંગે
એને બાંધ્યો છે કાળે રે
ધાગે એને નજર કોઈની ન લાગે
હે મારો લાલો કરમાય એ તો
જોયું ના જોવાય
મારું દિલડું દુભાય
-- પારણિયું બંધાય
હે જ્યારે મોટો કન્હૈયો
મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે
હો હું તો મોટો કરું છું
એવી આશે કે લાલો સદા રહેશે મારી પાસે
શ્રી વલ્લભ પ્રેમામૃત પાય
વૈષ્ણવ લાલાના ગુણ ગાય
સર્વે વારી વારી જાય
--- પારણિયું બંધાય
18. રોઈ રોઈ કોને સંભળાવું
રોઈ રોઈ કોને સંભળાવું રે ? જેસલજી કે છે.
આવા દુઃખ કોને સંભળાવું રે ? જાડેજો કે છે.
રુદિયો રુએ ને માંયલો ભીતર
જલે. (2)
અમે હતા તોળી રાણી ! ખારી
વેલ તુંબડા.
તમ આવ્યે મીઠડા હોય રે
જાડેજો કે છે.
મારો રુદિયો o
અમે તો હતા તોળી રાણી ઊંડે
જલ બેડલા,
તમે રે ઉતારો ભવપાર જાડેજો
કે છે.
મારો રુદિયો o
19. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
સાધુ તેરો સંગડો ના છોડું
મેરે લાલ
લાલ મેરે દિલ કી સાધુ લાગી
રે વેરાગીરામા
જોયું મેં તો જાગી હો જી...
કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.
તો ભી મેરો તનડો ન રંગાયો
મેરે લાલ.
જોયું મેં તો જાગી હો જી...
ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.
તો ભી મેરો મનડો ન તપીયો
મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી...
મચ્છન્દરના ચેલા જતિ ગોરખ
બોલિયા
બોલ્યા બોલ્યા અમૃતવાણી
મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી...
20. સદગુરૂ તમે મારા તારણહાર
હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે
પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો...
જી.
એવા ઉંડા સાગરને હંસલા નીર
ઘણા,
ગુરુજી હો... હો... જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે
પાર? (2)
આજ મારી રાંકની અરજી રે
પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો...
જી.
એવા ઉંચા પર્વત ને હંસલા
બોલ ઘણા,
ગુરુજી હો... હો... જી.
કે બેડી મારી કેમ કરી ઉતરે
પાર? (2)
આજ મારી રાંકની અરજી રે
પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો...
જી.
હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંકની અરજી રે
પાવન ધણી
સંભાળજો ગુરૂ જી હો...હો...
જી
21. હરિ તારા નામ છે હજાર
હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે,
કોઈ કહે નંદ નો કિશોર, ક્યા નામે લખવી કંકોત્રી ?
મથુરામાં મોહન ને ગોકુળમાં
ગોવિંદ,
દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોત્રી ?
નરસિહ મહેતાનો સ્વામી
શામળિયો,
મીરાનો ગિરધર ગોપાલ, ક્યા નામે લખવી કંકોત્રી ?
ભાણો નાથ કહે એના નામો હજાર
છે.
અંતે તું એકનો એક, ક્યા નામે લખવી કંકોત્રી ?
હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
22. વીજળીને ચમકારે
વીજળીને ચમકારે મોતીડા
પરોવો પાનબાઇ!
વીજળીને ચમકારે મોતીડા
પરોવો પાનબાઇ!
નહિતર અચાનક અંધારા થાશે;
જોતજોતાંમાં દિવસ વહી ગયા
પાનબાઇ!
એકવીસ હજાર છસોને કાળ ખાશે... વીજળીને
ચમકારે...
ભાઇ રે! જાણ્યા જેવી આ તો
અજાણ છે પાનબાઇ!
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય... વીજળીને ચમકારે...
ભાઇ રે! નિરમળ થૈને આવો
મેદાનમાં પાનબાઇ!
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ
બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત... વીજળીને ચમકારે...
ભાઇ રે! પિંડ બ્રહ્માંડથી
પર છે ગુરુ પાનબાઇ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ... વીજળીને
ચમકારે...
- ગંગા સતી
23. હે માલિક તેરે બંદે હમ
હે માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદીસે ટલે,
તાકિ હસતે હુઍ નિકલે
દમ........હે માલિક
યે અંધેરા ઘના છા રહા,
તેરા ઇન્શાન ગભરા રહા,
હો રહા બેખબર, કુછ ન આતા નજર,
સુખ કા સુરજ છુપા જા રહા,
હૈ
તેરી રોશની મે જો દમ
તું અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદીસે ચલે,
તાકિ હસતે હુઍ નિકલે
દમ............હૈ માલિક
જબ જુલ્મો કા હો સામના, તબ તુહી હમે થામના
વો બુરાઇ કરે, હમ ભલાઇ કરે,
નહી બદલે કી હો કામના
બઢ ઊઠે પ્યારકા હર કદમ,
ઔર મીંટે બૈરકા યે ભરમ
નેકી પર ચલે ઔર બદીસે ચલે,
તાકિ હસતે હુઍ નિકલે
દમ............હૈ માલિક
24. હે ઓધવજી
(સાખી)
હે ગોકુળયું ગમતું નથી અને
જમના એ લાગે ખારી ઝેર,
પણ વ્હાલાની હારે રે અરે રે
તે તો શીદને કરાવ્યા સામળા.
(ભજન)
હે ઓધવજી એમ, મારા વ્હાલાને, એ વઢીને કેહજો રે,
માને તો મનાવી લેજો
રે... મારા વ્હાલાને....
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલી ગ્યા છો,
માનેથી ને મોલે ગયા
છો... હે ઓધવજી....
એક વાર ગોકુળ આવો, માતાજીને પોઢે થાઓ રે,
ગાયોને હંભાળી જાઓ
રે... હે ઓધવજી....
જમનાને કાંઠે જાતાં, લૂંટી તમે માખણ ખાતાં,
ભૂલી ગયા જૂના નાતા
રે... હે ઓધવજી....
કુબ્જા રંગે કાળી, કાળા તમે વનમાળી,
આવી જોડી ક્યાંય ના બાળી
રે... હે ઓધવજી....
વહાલાની મરજીમાં રહેશું, જે જોઈએ તે લાવી દેશું,
કુબ્જાને પટરાણી કહેશું
રે... હે ઓધવજી....
તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાય ભગો ચારણ
રે... હે ઓધવજી....
દાસ રે મીઠાના સ્વામી, હાંભળોને અંતરયામી,
હશે કાંઈ અમારામાં
ખામી... હે ઓધવજી....
25. કરમનો સંગાથી રાણા
કરમનો સંગાથી રાણા મારો કોઇ
નથી
કરમનો સંગાથી રાણા મારો કોઇ
નથી... (ટેક)
એક રે પથ્થરનાં બબ્બે ટુકડા,
કે લખ્યાં એના જુદાં જુદાં
લેખ.
એકની બની પ્રભુજીની મૂર્તિ,
કે બીજો ધોબીડાંને ઘાટ...
કરમનો સંગાથી...
એક રે ગાયનાં બબ્બે વાછડાં,
કે લખ્યાં એના જુદાં જુદાં
લેખ.
એક રે વાછડો શિવજીનો ઓથિયો,
કે બીજો ગાંચીડાને ઘેર...
કરમનો સંગાથી...
એક રે માતાના બબ્બે બેટડાં,
કે લખ્યાં એના જુદાં જુદાં
લેખ.
એકની શિર ઉપર છત ધળે,
કે બીજો ભારાં વેચી ખાય...
કરમનો સંગાથી...
ગુરૂનાં પ્રતાપે મીરાંબાઇ
બોલીયાં,
કે દેજો (૨) મને સંત ચરણમાં
વાસ (૨) ...
કરમનો સંગાથી...
26. રંગાઈ જાને રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સિતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાતું રંગમાં...
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સિતારામ ક્યારે ભજશું
રાધે શ્યામ,
શ્વાસ જાશે ને નાડી તૂટશે, પ્રાણ નહી રે તારા અંગમાં... રંગાઈ...
જીવ જાણ તું ઝાઝું જીવશું,
મારું છે આ તમામ, પહેલા અમર કરી દંઉ નામ,
તેડું આવશે જમનું જાણજો, જાવું પડશે સંગમાં... રંગાઈ...
સૌ જીવ કહેતા પછી જંપીશું,
પહેલા મેળવી લોને દામ, રહેવાના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં
રસ્તામાં, સૌ જન કહતા વ્યંગમાં... રંગાઈ...
ઘડપણ આવશે ત્યારે ભજીશું,
પહેલા ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ,
આત્મા એકદીન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં... રંગાઈ...
બત્રિસ ભાતનાં ભોજન જમતા,
ધેલી કરીને ભામ, એમાં ક્યાંથી સાભળે રામ,
દાન પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ધમંડમાં... રંગાઈ...
રંગ રાગમાં ક્યારે રટાશે?
રહી જાશે આમને આમ, માટે ઓળખ તું આતમ રામ,
બાબા આનંદ હરિ ૐ અખંડ છે, ભજ તું શિવની સંગમાં... રંગાઈ...
27. આત્માને ઓળખ્યા વિના...
આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહિ તો ટળે...હોજી
ભ્રમણાંને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં તો મટે...હોજી
... (ટેક)
આ કોયલને કાગ રે, એ તો રંગે રૂપે એક છે...હોજી
એ તો એની બોલી થકી ઓળખાય
રે...
હે...લખ ચોર્યાસી...
આ હંસલો ને બગલો રે, રંગેરૂપે એક છે...હોજી
એ તો એના આહાર થકી ઓળખાય
રે...
હે...લખ ચોર્યાસી...
સતી નારીને ગુણિકા રે, રંગેરૂપે એક છે...હોજી
સતી નારી એની સેવા થકી
ઓળખાય રે...
હે...લખ ચોર્યાસી...
આ ગુરુને પ્રતાપે રે, મીરાબાઈ બોલ્યા...હોજી
દે જો અમને સંત ચરણમાં વાસ
રે...
હે...લખ ચોર્યાસી...
28. ચિત્ત તું શીદને ચિંતા ધરે
ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે
કરે... (ટેક)
સ્થાવર જંગમ જડ ચેતનમાં
માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું
હોય તે કરે...
નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે
કરે...
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય
તે કરે..
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી
તેવો સ્વર નીસરે કૃષ્ણને કરવું
હોય તે કરે..
થનાર વસ્તુ થયા કરે,
જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે કૃષ્ણને કરવું હોય
તે કરે...
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઇ તું મરે કૃષ્ણને કરવું હોય
તે કરે...
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે કૃષ્ણને કરવું હોય તે
કરે...
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે કૃષ્ણને
કરવું હોય તે કરે...
29. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ્।
નવ કંજ લોચન, કંજ મુખ કર કંજ, પદ કંજારુણમ્॥
કંદર્પ અગણિત અમિત છબિ, નવ નીલ નીરદ સુંદરમ્।
પટપીત માનહુ તડિત રુચિ-શૂચિ, નૌમિ જનક સૂતાવરમ॥
ભજુ દીન બંધુ દિનેશ, દાનવ-દૈત્ય વંશ નિકંદનમ્।
રઘુનંદ-આનંદ કંદ કૌશલચંદ, દશરથ નંદનમ્॥
શિર મુકુટ કુંડલ તિલક, ચારુ ઉદાર અંગ વિભુષનમ્।
આજાનુ ભુજ સર ચાપ ધર, સંગ્રામ જિત ખર દુષણમ્॥
ઈતિ વદતિ તુલસીદાસ, શંકર શેષ મુનિ મન રંજનમ્।
મમ હૃદય કંજ નિવાસ કુરુ, કામાદિ ખલદલ ગંજનમ્॥
મનુ જાહિં રાચેઉ મિલિહિ સો બરુ સહજ સુંદર સાઁવરો।
કરુના નિધાન સુજાન સીલુ
સનેહુ જાનત રાવરો॥
એહિ ભાઁતિ ગૌરિ અસીસ સુનિ
સિય સહિત હિયઁ હરષીં અલી।
તુલસી ભવાનિહિ પૂજિ પુનિ
પુનિ મુદિત મન મંદિર ચલી॥
(સોરઠા) જાનિ ગૌરિ અનુકૂલ સિય હિય હરષુ ન જાઇ
કહિ।
મંજુલ મંગલ મૂલ બામ અંગ
ફરકન લગે॥
30. શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...
આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો,
પ્રભુ શંભુને પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો.
દયા કરી શિવ દર્શન આપો...
નેતિવનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે;
સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો.
દયા કરી શિવ દર્શન આપો...
હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી?
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.
દયા કરી શિવ દર્શન આપો...
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો.
દયા કરી શિવ દર્શન આપો...
ભોળા મહાદેવ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો;
ટાળો માન – મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો.
દયા કરી શિવદર્શન આપો...
અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા;
તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...
31. આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો
આટલો સંદેશો મારા
સદ્-ગુરુને કહેજો,
સેવકનાં હૃદયામાં રહેજો...
સંદેશો...
કાયાનાં દેવળ અમને કાચાં રે
લાગે,
તેનો ભરોસો અમને દેજો...
સંદેશો...
કાયા પડશેને હંસા ક્યા જઈ
સમાશે,
તે ઘર બતલાવી અમને દેજો...
સંદેશો...
બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન
આવે,
તેનાં તે દર્શન અમને
દેજો... સંદેશો...
જનમો જનમ મારા રૂદીયામાં
રહેજો,
એવી તે વૃત્તિ અમને દેજો...
સંદેશો...
ધર્મદાસની અરજી સુણો રે
ગોંસાઈ,
ભક્તિને મુક્તિ અમને
દેજો... સંદેશો...
32. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહિ. ૧
પત્થર પૂજ્યા પૃથ્વીતણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છૂંદશો નહિ. ૨
કાઢી મુખેથી કોળિયો, મ્હોંમાં દઇ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. ૩
હેતે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના, કોડ પુરવા ભૂલશો નહિ. ૪
લાખો કમાતા હો ભલે, (પણ) મા-બાપ જેના ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. ૫
સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ. ૬
ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એની અમીમય આંખોને, ભૂલીને ભીંજવશો નહિ. ૭
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ૮
ધન ખરચતાં મળશે બધું, (પણ) માતાપિતા મળશે નહિ,
એનાં પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ. ૯
- સંત ‘પુનીત’
33. એક જ અરમાન છે મને
એક જ અરમાન છે મને... મારૂં
જીવન સુગંધી બને (૨)... (ટેક)
ફુલડુ બનું કે ભલે ધૂપ સળી
થાઉં,
આશા છે સામગ્રી પૂંજાની
થાઉં (૨)
ભલે કાયા રાખ થઇને...
મારૂં... એક જ...
તડકા છાયા કે વા વર્ષાના
વાયા,
તો યે કુસુમો કદિ ના કરમાયા
(૨)
ઘાવ ખીલતાં ખીલતાં એ ખમે...
મારૂં... એક જ...
જગની ખારાશ બધી ઉરમાં સમાવે,
તો યે સાગર મીઠી વર્ષા
વરસાવે (૨)
સદા ભરતીને ઓટમાં રમે...
મારૂં... એક જ...
વાતાવરણમાં સુગંધના સમાતી,
જેમ જેમ સુખડ ઓરશીયે ઘસાતી
(૨)
પ્રભુ તારે ઘસાવું ગમે...
મારૂં... એક જ...
ગૌરવ મહાન છે પ્રભુ તારે
કેરૂં,
ના જગમાં કોઇ એથી અટકેલું
(૨)
પ્રાર્થ તેથી પ્રભુને
ગમે... મારૂં... એક જ...
34. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય
વિધિના લખિયા લેખ લલાટે
ઠોકર ખાય... ખાય... ખાય... (ટેક)
શ્રવણ કાવડ લઈને ફરતો સેવા
માતપિતાની કરતો
તીર્થે તીર્થે ડગલાં ભરતો
ચાલ્યો જાય... જાય... જાય...
સેવા માતપિતાની કરવા, શ્રવણ જાયે પાણી ભરવા
ઘડુલો ભરતાં મૃગના જેવા
શબ્દ થાય... થાય... થાય...
દશરથ મૃગયા રમવા આવે મૃગલું
જાણી બાણ ચડાવે
બાણે શ્રવણના જીવ જાય, છોડી કાય... કાય... કાય...
અંધ માતપિતા ટળવળતાં, દીધો શાપ જ મરતાં મરતાં
મરજો દશરથ પુત્ર સમરણ કરતાં
હાય... હાય... હાય...
જ્યારે રામજી વન સંચરિયા, દશરથ પુત્ર વિયોગે મરિયા
‘અમરતગર’ કહે દુઃખના દરિયા ઉભરાઈ જાય... જાય... જાય...
વિધિના લખિયા લેખ લલાટે
ઠોકર ખાય... ખાય... ખાય...
35. વૈષ્ણવજન તો તેને રે કહીયે
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન
કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.
36. હારે તારે એક દિન જાવું પડશે
હારે તારે એક દિન જાવું
પડશે, (૨)
કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા. ૧
હાં રે તું તો બંધ મુઠ્ઠીએ
આવ્યો,
નથી જગતમાં કાંઈ લાવ્યો,
માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો જીવલડા. ૨
હાં રે તેં તો પારકું લેણું
કીધું,
તેને પોતાનું માની રે લીધું,
વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ પીધું જીવલડા. ૩
હાં રે તું તો ભૂલી ગયો ઘર
તારું,
તારી આગળ પાછળ અંધારું,
નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું જીવલડા. ૪
હાં રે માટે સમજીને સત્સંગ
કરજે,
તારા હુંપદ ને દૂર કરજે,
વ્હાલાને નવ વિસરજે રે, વ્હાલાને નવ વિસરજે જીવલડા. ૫
હાં રે મંગળ તારું થાશે,
તારા ઘટમાં ગોવિંદ જણાશે,
મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા. ૬
37. જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ
જૂનું તો થયું... (ટેક)
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું... મારો હંસલો...
તારે ને મારે હંસા
પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું... મારો હંસલો...
બાઇ મીરાં કહે પ્રભુ
ગિરિધરનાં ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં
ને પીઉં... મારો હંસલો...
38. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે
પંખીડાને આ પિંજરું જૂનું
જૂનું લાગે રે,
બહુએ સમજાવ્યું તોયે પંખી
નવું પિંજરું માગે રે... (ટેક)
ઊમટયો અજંપો એને પંડનારે
પ્રાણનો (૨)
અણધાર્યો કર્યો મનોરથ એણે
દૂરના પ્રયાણનો
અણદીઠો દેશ જોવા લગન એને
લાગી રે... બહુએ...
સોને મઢેલ બાજઠિયો ને સોને
મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો
મોંઘો ને મહામૂલો
પાગલના બન્ને ભેરુ કોઈ ના
રંગ લાગે રે... બહુએ..
39. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના
નૈયા ઝુકાવી મેં તો જોજે
ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે
રે બુઝાય ના.
સ્વાર્થનું સંગીત ચારે કોર
બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં
આજે;
તનનો તંબૂરો જોજે બેસુરો
થાય ના... ઝાંખો...
પાપ અને પુણ્યના ભેદ રે
ભૂંસાતા,
રાગ અને દ્વેષ આજે ઘટઘટમાં
ઘૂંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર
પ્રસરાય ના... ઝાંખો...
શ્રદ્ધાના દીવડાને જલતો જ
રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ
એમાં પૂરજે;
મનના મંદિરિયામાં જોજે
અંધારું થાય ના... ઝાંખો...
40. ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો... માળા
છે ડોકમાં.
નારાયણ નામની હો... માળા છે
ડોકમાં.
જૂઠું બોલાય નહી, ખોટું લેવાય નહી.
અવળું ચલાય નહિ હો... માળા
છે ડોકમાં.
ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ.
કોઈને દુભાવાય નહિ હો...
માળા છે ડોકમાં.
પરને પીડાય નહિ, હુંપદ ધરાય નહિ.
પાપને પોષાય નહિ હો... માળા
છે ડોકમાં.
સુખમા છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ.
ભક્તિ ભુલાય નહિ હો... માળા
છે ડોકમાં.
ધન સંઘરાય નહિ, એકલા ખવાય નહિ.
ભેદ રખાય નહિ હો... માળા છે
ડોકમાં.
બોલ્યું બદલાય નહિ, ટેકને તજાય નહિ.
બાનું લજવાય નહિ હો... માળા
છે ડોકમાં.
શ્રી હરિહરાનંદજી કહે સત્ય
ચુકાય નહિ.
નારાયણ વીસરાય નહિ હો...
માળા છે ડોકમાં.
41. ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ
મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ... હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની
રે...
અડધાં પેહર્યાં અડધાં
પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ,
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ... હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની
રે...
નથી તરાપો નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ,
નરસિંહ મહેતાના સ્વામી
શામળા, પ્રભુ પાર ઉતારો રામ... હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની
રે...
42. લોભી આતમને સમજાવો રે,
લોભી આતમને સમજાવો રે,
મારા ગુરૂજીને પુછો રૂડા
જ્ઞાન બતાવે જી.
હંસલા મેલીને બગલાને કોણ
સેવેજી,
બગલા બાહેર ધોળા ને મનના
મેલા રે.
હીરલા મેલીને પથરાને કોણ
સેવેજી,
પથરા ઉપર ભીના ને અંદર કોરા
રે.
કેસર મેલીને કેસુડાને કોણ
સેવેજી,
કેસુડા ઉપર રાતા ને મુખે
કાળા રે.
સુગરા મેલીને નુગરાને કોણ
સેવેજી,
નુગરા નિશ્ચે નરકે લઈ જાય.
શોભાજીનો ચેલો પંડિત દેવાયત
બોલિયા,
મારા સંતનો બેડલો સવાયો રે.
43. હે કરુણાના કરનારા
હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી
કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર, તારી કરુણાનો કોઈ પાર નથી
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી પ્રભુ
શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
44. અમે તો તારાં નાનાં બાળ
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે
સંભાળ... અમે તો તારાં...
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે
સંભાળ... અમે તો તારાં...
દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ... અમે તો તારાં...
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે
ચિરકાળ... અમે તો તારાં...
45. ધૂણી રે ધખાવી
ધૂણી રે ધખાવી બેલી અમે
તારા નામની
હરીના એ નામની રે અલખના એ
ધામની...
ધૂણી રે ધખાવી...
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે
ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો મારગ મારગ
અથડાયો
હે ગમ ના પડે રે એને, ઠાકુર તારા નામની રે...
ધૂણી રે ધખાવી...
કોને રે કાજે રે જીવડા
ઝંખના તને રે જાગી
કોની રે વાટ્યું જોતા ભવની
આ ભાવટ ભાંગી
હે તરસ્યું રે જાગી જીવને, ભક્તિ કેરા જામની રે...
ધૂણી રે ધખાવી...
46. જીવન અંજલિ થાજો!
જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો!
(ટેક)
ભૂખ્યાં કાજે ભોજન બનજો
તરસ્યાંનું જળ થાજો;
દીન-દુઃખિયાંનાં આંસુ લો'તાં, અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!
સત્ની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!
વણથાક્યાં ચરણો મારાં નિત
તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલકલોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!
- કરસનદાસ માણેક
47. પ્રથમ પહેલા સમરીએ
પ્રથમ પહેલા સમરીએ સ્વામી
તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)
માતારે જેના પાર્વતી સ્વામી
તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)
ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)
કાનમાં કુંડળ ઝળહળ સ્વામી
તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા
મહેર કરોને મહારાજ
પાંચ લાડુ તમને પાય ધરું
સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા
મહેર કરોને મહારાજ (૨)
રાવતરણશીની વિનતી સ્વામી
તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)
48. મનનો મોરલિયો રટે તારું નામ
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર આવી પુરો હૈયા કેરી
હામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
સુરજ ઉગે ને મારી ઉગતી રે
આશા,
સંધ્યા ઢળે ને મને મળતી
નિરાશા.
રાત-દિવસ મને સુઝે નહિ કામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
આંખલડી એ મને ઓછું દેખાય છે,
દર્શન વિના મારું દિલડું
દુભાય છે.
નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
આંસુઓના બિંદુથી જોવું
તડપાયે.
માંગુ સદાય તારા ચરણોમાં
વાસ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
49. હરિ તારા નામ છે હજાર
હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે,
કોઈ કહે નંદ નો કિશોર, ક્યા નામે લખવી કંકોત્રી ?
મથુરામાં મોહન ને ગોકુળમાં
ગોવિંદ,
દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોત્રી ?
નરસિહ મહેતાનો સ્વામી
શામળિયો,
મીરાનો ગિરધર ગોપાલ, ક્યા નામે લખવી કંકોત્રી ?
ભાણો નાથ કહે એના નામો હજાર
છે.
અંતે તું એકનો એક, ક્યા નામે લખવી કંકોત્રી ?
હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
50. કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે
ઘારી ધરાવું ને ઘુઘરા ધરું
ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ
જેવા નૈ
કા’નાને …
શીરો ધરાવું ને શ્રીંખડ
ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ
જેવી નૈ
કા’નાને …
જાતજાતના મેવા ધરાવું દૂધ
સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ
જેવી નૈ
કા’નાને …
સોળ વાનાના શાક ધરાવું ને
રાયતા મેલું રાય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ
જેવી નૈ
કા’નાને …
એક ગોપીએ જમવાનું કીધું ને
થાળ લૈ ઉભી રૈ
વળતા વ્હાલો એમ વદ્યા પણ
માખણ જેવા નૈ
કા’નાને …
એક ગોપીએ માખણ ધર્યુંને હાથ
જોડી ઉભી રૈ
દીનાનાથ તો રીઝ્યા ત્યારે
નાચ્યા થૈ થૈ થૈ
કા’નાને …
51. चोरी चोरी माखन खाई गयो
रे
चोरी चोरी माखन
खाई गयो रे यशोदा का ललनवा
मैंने उसे पूछा
की नाम तेरा क्या है ?
कृष्ण कनैया बताई
गयो रे यशोदा का ललनवा
चोरी चोरी o
मैंने उसे पूछा
की काम तेरा क्या है ?
माखनचोर बताई गयो
रे यशोदा का ललनवा
चोरी चोरी o
मैंने उसे पूछा
की गाव तेरा क्या है ?
गोकुल मथुरा बताई
गयो रे यशोदा का ललनवा
चोरी चोरी o
मैंने उसे पूछा
की माँ-बाप तेरे कौन है ?
नंद-यशोदा बताई
गयो रे यशोदा का ललनवा
चोरी चोरी o
मैंने उसे पूछा
की प्यारी तेरी कौन है ?
राधा रानी बताई
गयो रे यशोदा का ललनवा
चोरी चोरी o
52. पायोजी मैंने राम रतन धन
पायो
पायोजी
मैंने राम रतन धन पायो,
पायोजी
मैंने राम रतन धन पायो.
वस्तु अमोलिक दी
मेरे सदगुरु,
किरपा कर अपनायो.
जनम जनम की पूंजी
पाई,
जग में सभी
सवायो.
पायोजी
मैंने राम रतन धन पायो.
खरचे न खुटे चोर
न लूटे,
दिन दिन बढ़त
सवायो
पायोजी
मैंने राम रतन धन पायो.
सत की नाव
खेवटिया सदगुरु
भवसागर तर आयो.
पायोजी मैंने राम रतन धन पायो.
मीरा के प्रभु
गिरधर नागर,
हरख हरख जश गयो.
पायोजी
मैंने राम रतन धन पायो.
53. कभी प्यासे को पानी
पिलाया नहीं
कभी प्यासे को
पानी पिलाया नहीं,
बाद अमृत पिलाने
से क्या फायदा ?
कभी गिरर्ते हुए को उठाया नहीं,
फिर आंसू बहाने
से क्या फायदा ?
में तो मंदिर गया
पूजा आरती की,
पूजा करते हुए ये
ख़याल आ गया.
कभी माँ-बाप की
सेवा की ही नहीं,
फिर पूजा करवाने
से क्या फायदा ?
में तो सतसंग गया
गुरुवाणी सुनी,
गुरुवाणी सुनते
हुए ये ख़याल आ गया,
जन्म मानव का
लेकर दया की ही नहीं,
फिर मानव कहेलाने
से क्या फ़ायदा ?
कभी प्यासे को
पानी पिलाया नहीं,
बाद अमृत पिलाने
से क्या फायदा ?
54. कभी राम बनके कभी श्याम
बनके
कभी राम बनके कभी
श्याम बनके,
चले आना प्रभुजी
चले आनाo
तुम राम रूपमे
आना,
सीता साथ लेके, धनुष हाथ लेके,
चले आना प्रभुजी
चले आनाo
तुम श्याम रूपमे
आना,
राधा साथ लेके, बंसी हाथ लेके,
चले आना प्रभुजी
चले आनाo
तुम विष्णु रूपमे
आना,
लक्ष्मी साथ लेके, चक्र हाथ लेके,
चले आना प्रभुजी
चले आनाo
तुम शंकर रूपमे
आना,
पार्वती साथ लेके, त्रिशूल हाथ लेके,
चले आना प्रभुजी
चले आनाo
कभी राम बनके कभी
श्याम बनके,
चले आना प्रभुजी
चले आनाo
55. हमको मन की शक्ति देना
हमको मन की शक्ति
देना, मन विजय करें... (२)
दूसरों की जय से
पहेले खुद विजय करें ॥
भेद भाव अपने दिल
से साफ कर शके,
दोस्तों से भूल
हो तो माफ कर शके ।
जूठ से बचे रहे, सच का दम भरे,
दूसरों की...
हमको मन...
मुश्किलें पडे
तो हमपे, इतना कर्म कर,
साथ दे तुं धर्म
का चलेंगे धर्म पर ।
खुद पे होंसला
रहे, बदी से न डरे,
दूसरों की...
हमको मन...
56. अब सौंप दिया इस जीवन का
अब सौंप दिया इस
जीवन का, सब भार तुम्हारे हाथों
में ।
है जीत तुम्हारे
हाथों में, और हार तुम्हारे हाथों
में ॥
अब सौंप दिया….
मेरा निश्चय बस
एक यही,
एक बार तुम्हें
पा जाऊँ मैं ।
अर्पण कर दूं
दुनिया भर का, सब प्यार तुम्हारे हाथों
में ॥
अब सौंप दिया ……
जो जग में रहूं
तो ऐसे रहूं, ज्यों जल में कमल का फूल रहे ।
मेरे सब गुण दोष
समर्पित हों, करतार तुम्हारे हाथों में ॥
अब सौंप दिया …..
यदि मानुष का
मुझे जन्म मिले, तो तेरे चरणों का पुजारी बनूं।
इस पूजक की इक इक
रगका,
हो तार तुम्हारे
हाथों में ॥
अब सौंप दिया ……
जब जब संसार का
कैदी बनूं, निष्काम भाव से कर्म करूँ ।
फिर अन्त समय में
प्राण तजूं, साकार तुम्हारे हाथों में ॥
अब सौंप दिया ….
मुझमें तुझमें बस
भेद यही,
मैं नर हूं तुम
नारायण हो ।
मैं हूं संसार के
हाथों में, संसार तुम्हारे हाथों में ॥
अब सौंप दिया …..
57. इतनी शक्ति हमे देना दाता
इतनी शक्ति हमे
देना दाता...
मन का विश्वास
कमजोर हो ना... (२)
हम चले नेक रस्ते
पे,
हमसे भूलकर भी
कोई भूल हो ना... इतनी...
दूर अज्ञान के हो
अंधेरे,
तू हमे ज्ञान की
रोशनी दे... (२)
हर बुराई से बचते
रहे हम,
जीतनी भी दे भली
जिंदगी दे
बेर हो ना किसीको
किसीसे,
भावना मन में
बदले की हो ना... इतनी...
हम न सोचे हमे क्या
मिला है,
हम ये सोचे हमे
किया क्या है अर्पण... (२)
फल खुशियों के
बाटे सभी को
सबका जीवन हि बन
जाये मधुबन
अपनी करुणा का जल
तु बहाकर,
कर दे पावन हरेक
मन का कोना,
... हम चले... इतनी...
58. પ્રભો અંતર્યામી
પ્રભો અંતર્યામી જીવન જીવના
દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ
અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને
સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું
આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું
દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ
પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ
ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન
કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને
ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો
પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે
સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો
કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ
સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ
દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં
તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની
સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.
- કવિવર ન્હાનાલાલ
59. ઓ ઇશ્વર ભજીએ તને
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.
સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.
વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.
આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.
જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.
ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.
અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.
ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.
મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.
60. એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન
માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
- હરિહર ભટ્ટ
61. સર્વધર્મ પ્રાર્થના
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું ... ૐ
તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મ-લિંગ શિવ તું ... ૐ
તત્સત્
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું ... ૐ
તત્સત્
62. મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે ... મંદિર
તારું
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ...
મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે ...
મંદિર તારું
- જયંતીલાલ આચાર્ય
63. મારી બંસીમાં બોલ બે
મારી બંસીમાં બોલ બે વગાડી
તું જા
મારી વીણાની વાણી જગાડી તું
જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી
પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી
જરા
સોનેરી સોણલું બતાવી તું જા
... મારી બંસીમાં
સૂની સરિતાને તીર પહેરી
પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા
ભૂખી શબરીના બોર બે એક
આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા
... મારી બંસીમાં
ઘાટે બંધાણી મારી હોડી
વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના
હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું
જા ... મારી બંસીમાં
- સુન્દરમ્
64. જીવન અંજલિ થાજો !
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી
જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક
સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક
મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
- કરસનદાસ માણેક
65. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ
વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
- મુનિ શ્રી ચિત્રભાનુ
66. વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે
રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન
ધરીને સુણજો રે ... વંદન કરીએ.
પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને ... વંદન કરીએ.
ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે ... વંદન કરીએ.
પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે ... વંદન કરીએ.
67. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ
પ્રભુ
જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ
પ્રભુ
દુનિયામાં દર્દ-દુકાળ પડે
નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ
પ્રભુ
સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ
પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ...
દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ
પ્રભુ
68. હે ભોલાનાથ ત્રિપુરારિ
હે ભોલાનાથ ત્રિપુરારિ કષ્ટ
કાપ તું (૨)
દેવાધિદેવ સર્વનો છે માં ને
બાપ તું.
દેવાધિદેવ .....હે ભોલાનાથ
.....
છે રાજ તારું શંભુ ત્રિલોક
પર અચલ,
આકાશ કે પાતાળ હો કે હો
ધરાપટલ
બ્રહ્માંડમાં છે શક્તિ જે
અમાપ માપ તું (૨)
દેવાધિદેવ .....હે ભોલાનાથ
.....
હું તો છું તુચ્છ તરણું
ભજું નવાઈ શી,
ખુદ રામકૃષ્ણ ભજતાં આતમ
ઊંડાઈથી
હોય રંક કે ઋષિની માલનો જાપ
તું (૨)
દેવાધિદેવ .....હે ભોલાનાથ
.....
સમુદ્રમંથને પ્રભુ તું ભોળો
રહી ગયો
અમૃત પીધું સૌએ તું વિષ પી
ગયો
તેથી બન્યો દેવોનો દેવ
આપોઆપ તું
દેવાધિદેવ .....હે ભોલાનાથ
.....
69. શ્યામ તુજે મિલને કા
શ્યામ તુજે મિલને કા, સત્સંગ હી બહાના હૈ
ગોકુલ મેં ઢૂંઢા તુજે
મથુરા મેં પાયા હૈ
વૃંદાવન કી ગલીયોં મેં મેરે
શ્યામ કા ઠીકાના હૈ
શ્યામ તુજે મિલને કા
.......
ફૂલો મેં ઢૂંઢા તુજે કલિયો
મેં પાયા હૈ
ભવરો કી ગુંજન મેં મેરે
શ્યામ કા ઠીકાના હૈ
શ્યામ તુજે મિલને કા
.......
મહેલો મેં ઢૂંઢા તુજે મંદિર
મેં પાયા હૈ
ભક્તો કે હૃદય મેં મેરે
શ્યામ કા ઠીકાના હૈ
શ્યામ તુજે મિલને કા
.......
ગોપીયો મેં ઢૂંઢા તુજે રાધા
મેં પાયા હૈ
જશોદા કે આંચલ મેં મેરે
શ્યામ કા ઠીકાના હૈ
શ્યામ તુજે મિલને કા .......
70. છોટી છોટી ગૈયા
છોટી છોટી ગૈયા છોટે છોટે
ગ્વાલ
છોટો સો મેરો મદનગોપાલ.
છોટી છોટી ગૈયા......
આગે આગે ગૈયા પીછે પીછે
ગ્વાલ,
બીચમેં મેરો મદનગોપાલ.
છોટી છોટી ગૈયા......
કાલી કાલી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામવરણ મેરો મદનગોપાલ.
છોટી છોટી ગૈયા......
ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ
ગ્વાલ
મખ્ખન ખાયે મેરો મદનગોપાલ.
છોટી છોટી ગૈયા......
છોટી છોટી સખીઓ મધુવન બાગ
રાસ રચાવે મેરો મદનગોપાલ.
છોટી છોટી ગૈયા......
71. રાધા ઢૂંઢ રહી
રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા
શ્યામ દેખા.
રાધા તેરા શ્યામ મૈને ગોકુલ
મેં દેખા
ગૈયા ચરાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી .......
રાધા તેરા શ્યામ મૈને
વૃંદાવન મેં દેખા
બંસી બજાતે હુએ કી
રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી .......
રાધા તેરા શ્યામ મૈને
મથુરા મેં દેખા
માખણ ચુરાતે હુએ કી
રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી .......
રાધા તેરા શ્યામ મૈને સારે
જગ મેં દેખા
રાધે રાધે રટતે હુએ કી
રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી .......
72. કૈસે આવું રે કનૈયા
કૈસે આવું રે કનૈયા તેરી
ગોકુલ નગરી બડી દૂર નગરી
દૂર નગરી રે કાના દૂર નગરી
. કૈસે આવું રે ....
જમુના જલ જાઉં કાના પાયલ
મોરી બાજે
ઝટપટ ચાલુ તો ભીગ જાયે
ચુનરી
બડી દૂર નગરી ..... કૈસે
આવું રે ....
સખી સંગ આવું કાના શરમ મોહે
લાગે
અકેલી આવું તો ભૂલ જાઉં
નગરી
બડી દૂર નગરી ..... કૈસે
આવું રે ....
ધીમે ચાલુ તો કાના કમર મોરી
લચકે
ઝટપટ ચાલુ તો કાના છલકે
ગગરી
બડી દૂર નગરી ..... કૈસે
આવું રે ....
રાત મેં આવું તો કાના ડર
મોહે લાગે
દિન મેં આવું તો દેખે સારી
નગરી
બડી દૂર નગરી ..... કૈસે
આવું રે ....
મીરાબાઈ કહે પ્રભુ ગીરીધરના
ગુણ
તુમ્હારે દર્શન સે હો ગઈ
બાવરી
બડી દૂર નગરી ..... કૈસે
આવું રે ....
73. હે સદગુરુ તમે મારા તારણહાર
હે સદગુરુ તમે મારા તારણહાર,
હે સદગુરુ તમે મારા પાલનહાર
આજ મારી (૨) રાંકની અરજી રે
પવન ધણી સંભાળજો ગુરુજી
હે એવા આડા સમંદર હંસલા નીર
ઘણા ગુરુજી
નૈયા મારી કેમ કરી ઉતરે પાર
(૨)
આજ મારી (૨) રાંકની અરજી રે
પવન ધણી સંભાળજો ગુરુજી
હે એવા આડા ડુંગર ને હંસલા પહાડ ઘણા ગુરુજી
હે આડી કંઈ કાંટા કેરી વાડ
(૨)
આજ મારી (૨) રાંકની અરજી રે
પવન ધણી સંભાળજો ગુરુજી
હે એવા નુગરા માણસનો હંસલા
સંગ અ કરો ગુરુજી
હે નુગરા નરકમાં લઇ જાય (૨)
આજ મારી (૨) રાંકની અરજી રે
પવન ધણી સંભાળજો ગુરુજી
હે એવા ગુરુના પરતાપે ડુંગરપુરી
બોલિયા ગુરુજી
કે દેજો અમને સંત ચરણમાં
વાસ (૨)
આજ મારી (૨) રાંકની અરજી રે
પવન ધણી સંભાળજો ગુરુજી
ધૂન
1. તૂટ જાયેના માલા કભી પ્રેમ કી,
વરના અણમોલ મોતી બિખર
જાયેગે,
આપ માનો ન માનો ખુશી આપકી,
હમ મુસાફિર હૈ કલ આપને, ઘર જાયેગે,
તૂટ જાયેના માલા કભી પ્રેમ
કી,
વરના અનમોલ મોતી બિખર
જાયેગે.
2. સચ્ચા તેરા નામ હૈ, સચ્ચા તેરા કામ હૈ,
જુઠ્ઠી જગની લાલશા, સચ્ચા તેરા કામ હૈ,
કયા લેકર તું આયા જગમેં, કયા લેકર તું જાયેગા,
મુઠ્ઠી બંધ કર આયા જગમેં, હાથ પસારે જાયેગા,
3. દિન રાત સુગંધ રહે ફૂલમા
પ્રભુ એમ રહો અમ અંતરમાં
અમ અંતરમાં અમ જીવનમાં
પ્રભુ એમ રહો અમ અંતરમાં
4. ભારત માતાકી જય એના છૈયાકી જય
બોલો ભારત માતાકી જય જય જય
પ્યારે હિમાલયકી જય ગંગા
જમુના કી જય
બોલો સંત વિનોબાકી જય જય જય
પ્યારે બાપુજીકી જય વીરા
વલ્લભકી જય
બોલો જગના જવાહરકી જય જય જય
ભારત માતાકી જય....
5. કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન મચાવો
એવા સુંદર શામળીયાની ધૂન
મચાવો
ગોકુળ એનું ગામ છે ને કૃષ્ણ
એનું નામ છે
માતા એની દેવકીને પિતા
વાસુદેવ છે
કૃષ્ણ કૃષ્ણ બોલીને ધૂન
મચાવો
એવા સુંદર શામળીયાની ધૂન
મચાવો
6. કનૈયા લે કનૈયા લે મધુરી મોરલી તારી
હસેલાને રડાવે છે રડેલાને
હસાવે છે
ભૂલેલાને સ્મરણ તારું
સુપંથે દોરનારું છે
અજબ લીલા પ્રભુ તારી સબંધને
જોડનારી છે
7. ઘરનો ધંધો પણ કરીએ
બેસીને જરા રામને સમરીએ
નિશાળે જાતા આળસ ન કરીએ
નિત્ય નવા પાઠો ભણીએ
બેસીને જરા રામને સમરીએ.
પુણ્યને દાનમાં પાછા ન પડીએ
પાછા ડગલા ન ભરીએ
બેસીને જરા રામને સમરીએ
સાધુ ને સંતની નિંદા ન કરીએ
કોઈના અવગિણ ન ગાઈએ
બેસીને જરા રામને સમરીએ
8. હાં રે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી
વંદે છે તારા બાળકો
હાં રે માતા ફૂલડાની માળા
ફૂલડાની માળા
પહેરાવે નાના બાળકો.
હાં રે માતા એટલી જ અરજી
એટલી જ અરજી
વિદ્યાના પાઠ અમને શીખવો
હાં રે માતા દેવી સરસ્વતી
દેવી સરસ્વતી
વંદે છે તારા બાળકો
9. મીઠી મારી આંખડીના તારા ઓ રામ પ્રાણ થકી પ્યારા
પ્રાણ થકી પ્યારા રામ પ્રાણ
થકી પ્યારા. મીઠી મારી....
રાજા દસરથને ઘરે જન્મ તમે
લીધો
પિતાજીના બોલ પાળનારા
ઓ રામ પ્રાણ થકી
પ્યારા મીઠી મારી....
દરિયો ઉતરવાને વાનરો પાસે
પત્થરનો પુલ બાંધનારા
ઓ રામ પ્રાણ થકી
પ્યારા મીઠી મારી....
રાજા રાવણને રણમાં તમે
રોળ્યો
વિભિષણને રાજ આપનારા
ઓ રામ પ્રાણ થકી
પ્યારા મીઠી મારી....
ભકતોના નાથ તમે ભગવાન ભોળા
ભકતોના દુખ હરનારા
ઓ રામ પ્રાણ થકી
પ્યારા મીઠી મારી....
10. ફૂલોથી મહેકે છે બાગ કે ફૂલડા કોને ચડાવશું.
રામને ચડાવશું કે સીતાને
ચડાવશું
રામ ગયા છે વનવાસ કે ફૂલડા
કોને ચડાવશું.
શંકરને ચડાવશું કે
પારેવતીને ચડાવશું
શંકર ગયા છે કૈલાસ કે ફૂલડા કોને ચડાવશું.
કૃષ્ણને ચડાવશું કે રાધાને
ચડાવશું
કૃષ્ણ ગયા છે ગોકુળ કે
ફૂલડા કોને ચડાવશું.
ફૂલોથી મહેકે છે બાગ કે
ફૂલડા કોને ચડાવશું.
11. વિઠ્ઠલ વિઠ્ઠલ
વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા
કોણ્ર કોણ્ર દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ.....
મથુરામાં આવેલા હરિ ૐ
વિઠ્ઠલા
વાસુદેવે દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ........
ગોકુળમાં આવેલા હરિ ૐ
વિઠ્ઠલા
નંદબાવાયે દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ........
મેવાડમાં આવેલા હરિ ૐ
વિઠ્ઠલા
મીરાંબાઈએ દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ........
જુનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
નરસિંહ મે'તાએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા વિઠ્ઠલ
વિઠ્ઠલ........
વીરપુરમાં આવેલા હરિ ૐ
વિઠલા
જલારામે દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ........
પંઢરપુરમાં આવેલા હરિ ૐ
વિઠ્ઠલા
પાંડુરંગે દિઠેલા હરિ ૐ
વિઠ્ઠલા વિઠ્ઠલ
વિઠ્ઠલ........
12. ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
રામેશ્વરાય શિવ રામેશ્વરાય
હર હર ભોલે નમઃઅ શિવાય
ૐ નમઃ શિવાય
ગંગાધરાય શિવ ગંગાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
જટાધરાય શિવ જટાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
વિશ્વેશ્વરાય શિવ
વિશ્વેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
13. રઘુપતિ રાઘવ રાજારામ….
રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ.
સીતારામ સીતારામ,ભજ પ્યારે તુ સીતારામ.
કૌશલ્યાના પ્યારા રામ,દશરથના દુલારા રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ.
અયોધ્યાન રાજા રામ,હનુમાજીના વહાલારામ.
લક્ષ્મણજીના સાથી રામ,ભરતજીના બંધુ રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,પતિત પાવન સીતારામ.
રાત્રે નિદ્રા દિવસે કામ,ક્યારે ભજશો સીતારામ?
સીતારામ સીતારામ ભજ પ્યારે,
14. તાળી પાડીને રામ નામ બોલજો રે
એવા અંતરના પડદા ખલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો
રે.
જેમ ખેતરમાં દાણા વવાય છે
તેમાં પંખીડા ચણી ચણી જાય
છે રે
તાળી પાડીને રામ નામ બોલજો
રે.
જીવનરૂપી આ ખેતર માનજો રે
પુણ્ર્યરૂપી દાણા તેમાં
વાવજો રે
પછી પાપરૂપી પંકી ઉડાડજો રે
તાળી પાડીને રામ નામ બોલજો
રે.
તાળી પાડતા જે જીવ શરમાય છે
રે
તેનો આખો અવતાર એળે જાય છે
રે
તાળી પાડીને રામ નામ બોલજો
રે.
15. ટુંકું ને ટચ એવું નામ
રામ રામ રામ બોલજો.
રામનામ બોલો તમે સીતારામ
બોલજો
અંતરમાં આપશે આરામ
રામ રામ રામ બોલજો.
16. હાં રે મારા શંકર ભગવાન રે,
તમારે ધામ રે, હું કેમ આવું એકલી.....
હાં રે ત્યાં તો કાંટા ને
કાંકરા,
લાગે મને આકરા, હું કેમ આવું એકલી.....
હાં રે ત્યાં તો નદીયુંના
નીર રે
લાગે મને તીર રે, હું કેમ આવું એકલી.....
હાં રે ત્યાં તો વાઘ ને વરુ,
લાગે મને બીક રે, હું કેમ આવું એકલી.....
17. રામનામ બોલો આળસ કેમ થાય છે
સાતારામ બોલો વખત વીતી જાય
છે. રામનામ બોલો.....
કમળ ઉપર ભમરો બેઠો કમળ
બીડાઈ જાય છે
કમળ બીડાઈ જાતાં (2)
ભમરાના પ્રાણ જાય છે. રામનામ બોલો.....
અયોધ્યામાં દીવળા બળે રામ
વનમાં જાય છે
રામ વનમાં જાતાં (2)
દસરથના પ્રાણ જાય છે. રામનામ બોલો.....
મૂળ વિનાનું ઝાડવું ને પવન
વેગે વાય છે
પવન વેગે વાતાં (2)
મનુષ્યના પ્રાણ જાય છે. રામનામ બોલો.....
18. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે
શિવજીના ત્રણ લોક જાગે રે
ડમરું ડમ ડમ વાગે....
આકાશમાંથી સૂર્યદેવ આવ્યા
સૂર્યને વેદ ભણાવે રે ડમરું
ડમ ડમ વાગે....
પાતાળમાંથી શેષનાગ આવ્યા
નાગણીઓને વેદ ભણાવે રે
ડમરું ડમ ડમ વાગે....
વિષ્ણું તે લોકમાંથી
વિષ્ણુંદેવ આવ્યા
વિષ્ણુંને વેદ ભણાવે રે
ડમરું ડમ ડમ વાગે....
આકાશમાંથી અપસરાઓ આવ્યા
શિવજીવે ફૂલડે વધાવ્યા રે
ડમરું ડમ ડમ વાગે....
19. સાચી વાણીમાં શ્રી રામ સાચા વર્તનમાં શ્રી રામ
જન સેવાથી પામીશું પ્યારા
રામ રામ રામ
ગૌસેવાથી પામીશું પ્યારા
રામ રામ રામ
બાળસેવાથી પામીશું પ્યારા
રામ રામ રામ
સાચી વાણીમાં શ્રી રામ સાચા
વર્તનમાં શ્રી રામ
20 . જય જય બોલો આનંદ અંબે માતની રે
અંબે માતની રે ભવાની માતની
રે
અંબે માતની રે ચામુંડા
માતની રે
અંબે માતની રે બહુચરાજી
માતની રે
અંબે માતની રે કાળકા માતની
રે
અંબે માતની રે ખોડલ માતની
રે
જય જય બોલો આનંદ અંબે માતની
રે
21. હર હર શંભુ ભોળા તમારી ધૂન ભાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન
ભાગી
તારી ધૂન લાગી ભોળા તારી
ધૂન લાગી
કંઠે રુદ્ર માળા તમારી ધૂન
લાગી
હર હર શંભુ ભોળા ....
કૈલાસે વસનારા તમારી ધૂન
લાગી,
પાર્વતીના પ્યારા તમારી ધૂન
લાગી.
હર હર શંભુ ભોળા....
ગણેશજીના પિતા તમારી ધૂન લાગી
ભક્તોના દુખ હરનારા તમારી
ધૂન લાગી.
હર હર શંભુ ભોળા....
ખંભે ત્રિશુલવાળા તમારી ધૂન
લાગી
ડાક ડમરુ વાળા તમારી ધૂન
લાગી.
હર હર શંભુ ભોળા....
ગંગાજીના પ્યારા તમારી ધૂન
લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન
લાગી.
હર હર શંભુ ભોળા....