Republic Day - 2019

06 January 2019

આપણે પીધેલાં પાણીનું શરીરમાં શું થાય છે ?




આપણે ભોજન દિવસમાં ત્રણ કે ચાર વાર લઈએ છીએ. પણ પાણી અનેક વખત પીવું પડે છે. તમને એમ લાગતુ હશે કે ભોજન કરતા પણ વધારે પ્રમાણમાં લેવાતા પાણીનું શરીરમાં શું થતું હશે ? શરીરમાં શક્તિ માટે ખોરાકની જરૃર છે, પરંતુ ખોરાકના પોષક દ્રવ્યોને આખા શરીરમાં પહોચાડવાં માટે પાણી જરૃરી છે.

એટલે આપણા શરીરને પાણીની વધુ જરૃર રહે છે. પેટમાં ગયેલુ પાણી ખોરાક સાથે ભળી પાચનક્રિયાને પ્રોત્સાહન આપે છે અને પચેલા ખોરાકને આગળ ધકેલે છે. કેટલુંક પાણી લોહીમાં ભળે છે. અને અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. પરસેવો તેમ જ પેશાબ વાટે અશુદ્ધિના રૃપમાં પાણી જ બહાર નીકળતું હોય છે.
સૌજન્ય: gujaratsamachar